- પાટડીના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
- અકસ્માત બાદ કાર સળગી ઉઠતાં કારમાં સવાર 7 વ્યક્તિઓના મોત
- પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં માતમ
- ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા નડ્યો અકસ્માત
પાટડી: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમા ખાસ કરીને દિવાળીના તહેવારોમાં અકસ્માતોના બનાવો વધુ બને છે, ત્યારે પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા કાર સળગી ઉઠતાં કારમાં સવાર 7 વ્યક્તિના મોત થતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં માતમ છવાયો હતો.
અકસ્માતની સમગ્ર ઘટના
દિવાળીના તહેવારોમાં લોકો પરિવાર સાથે ધાર્મિક સ્થળો સહિત દર્શનાર્થે જતાં હોય છે, ત્યારે સાંતલપુર તાલુકાના કોરડા અને રાધનપુર તાલુકાના નાનુપુરા ગામના બે પરિવારો કારમાં ચોટીલા દર્શનાર્થે ગયા હતા. દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે પુરપાટ ઝડપે જહી રહેલ ડમ્પર અને કાર વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમા અકસ્માત બાદ કાર રોડની સાઈડમાં ઉતરી જતાં સળગી ઉઠી હતી અને કારમાં સવાર બંને પરિવારોના નાના બાળકો સહિત 7 લોકોના મોત થયા હતા.
મૃતકોના નામ