સુરેન્દ્રનગર: ચોટીલાના ભોજપરા ગામની સીમમાં લૂ લાગવાના કારણે 7 મોરના મોત નિપજ્યા હતા.જે કારણે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. RFO એન. એમ. રોજાસરા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ચોટીલાના ભોજપરા ગામની સીમમાં લૂ લાગવાના કારણે 7 મોરના મોત - ડિહાઈડ્રેશન
સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમી પોતાની અંતિમ ચરણમાં જોવા મળી રહી છે. ત્યારે ચોટીલા તાલુકાના ભોજપરા ગામની સીમમાં લુુ લાગવાના કારણે 7 મોરના મોત થયા હતા.
વન વિભાગ દ્વારા મૃતક મોરને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ચોટીલા જે જગ્યા પર મોરના મોત થયા છે, તે પથરાળ વિસ્તાર છે. પથરાળ વિસ્તારમાં સૂર્યનો તડકોના રિફ્લેક્શન થવાના કારણે ગરમી વધુ લાગે છે. તેમજ ગરમીની સાથે પવન પણ ખુબ જ હોવાથી લૂ લાગવાના કારણે ડિહાઈડ્રેશન થતા મોરના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં જંગલ વિસ્તાર ખુબ જ ઓછો છે, તેમજ જમીન પથરાળ અને સુકી છે. જે કારણે ઉનાળામાં ગરમી સખત પડે છે.