સુરેન્દ્રનગરના લીંબડી સબ જેલની અંદરથી 4 કેદીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે વહેલી સવારે બેરેકનું લોક તોડી પાછળની સાઈડ દીવાલ પર ચડીને લોખંડની એંગલ કાપી ચાર આરોપીઓ નાસી છુટ્યા હતા. જેની જાણ થતાં સુરેન્દ્રનગર DSP, DySP, LCB, SOG મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી તેમજ ચારે આરોપી ભાગી જતા તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં નાકાબંધી કરી ચારેય કેદીઓેને પકડવાની તપાસ હાથ ધરી હતી. તેમજ આ ચાર કેદીઓને ભગાડવા માટે અન્ય શખ્સોની મદદ પણ મળી હતી. હાલ તમામ આરોપીઓ અલગ અલગ ગુનામાં લીંબડીની સબજેલમાં કેદ હતા. આ તમામ કેદીઓ 374,452,307,302, 306ના આરોપીઓ હતા.