સુરેન્દ્રનગરથી અમદાવાદ જવા માટે વાયા લખતર અને લીંબડી થઇ એમ બે રીતે જઇ શકાય છે. જેમા લીંબડી હાઇવે 4 માર્ગીય હોવાથી લોકો તેમા જવાનું વધુ પસંદ કરે છે.
ઝાલાવડ જવા 4 માર્ગીય રસ્તો બનાવવા રાજ્ય સરકારની મહોર - Vijay rupani
સુરેન્દ્રનગર: જિલ્લાના વઢવાણના ધારાસભ્યએ સુરેન્દ્રનગરથી વિરમગામ જતો હાઇવે વિઠ્ઠલગઢ સુધી ચાર માર્ગીય કરવાની રજૂઆત રાજ્ય સરકારમાં કરી હતી. આ રજૂઆતને રાજય સરકારે મંજૂરીની મહોર મારી છે. નાયબ મુખ્યમંત્રીએ 40 કિમીના આ રસ્તાને રૂપિયા 80 કરોડના ખર્ચે ચાર માર્ગીય બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
વિરમગામ જતો રસ્તો 4 માર્ગીય બનાવવાની આપી મંજૂરી
પરંતુ હવે વાયા લખતર થઇ જતો રસ્તો પણ ચાર માર્ગીય બનવા પર છે. સુરેન્દ્રનગરથી વિઠ્ઠલગઢ સુધી 40 કિમી રસ્તાને 4 માર્ગીય બનાવવા માટે વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલે રાજય સરકારમાં લેખીત રજૂઆત કરી હતી.
આ રજૂઆતને માન્ય રાખી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલે 40 કિમીના સુરેન્દ્રનગરથી વિઠ્ઠલગઢ સુધીના રસ્તાને 4 માર્ગીય બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
Last Updated : Jul 20, 2019, 12:58 PM IST