- સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે અકસ્માત
- કાર ઝાડ સાથે અથડાતાં 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત
- કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બની દુર્ઘટના
- મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયાં
સુરેન્દ્રનગરઃ હાલ તહેવારો ચાલી રહ્યાં છે, ત્યારે લોકો દર્શન માટે અલગ અલગ જગ્યાએ જતાં હોય છે. સુરેન્દ્રનગરના લખતરનો પરિવાર ભગુડા મોગલ ધામથી દર્શન કરી પરત લખતર ફરી રહ્યો હતો. સુરેન્દ્રનગર લખતર હાઈવે પર કોઠારીયા ગામ નજીક આવેલી પેપર મીલ પાસે બુધવારે વહેલી સવારે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર પાંચમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જેમાં 3 મહિલા તેમ જ 1 પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે એક યુવકને ગંભીર રીતે ઇજા થતાં સારવાર માટે 108 મારફતે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો છે.