વઢવાણ ખાતે આવેલા વર્ષો જુના સ્વામિનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્રપ્રસાદ મહારાજની આજ્ઞાથી સ્વામિનારાયણ ભગવાન ભારત ભૂમિના કલ્યાણ અર્થે ઘરનો ત્યાગ કરી નીકળ્યા હતા. જેને 225 વર્ષ પૂર્ણ થતા ફક્ત મહિલાઓ ભક્તો દ્વારા રાધા-કૃષ્ણ, હરિકૃષ્ણદેવ વઢવાણ મંદિરની એક લાખ પ્રદક્ષિણા કરવાનો સંકલ્પ કર્યો હતો.
વઢવાણ સ્વામિનારાયણ મંદિરની 1 લાખ પ્રદક્ષિણાનો મહિલાઓએ કર્યો સંકલ્પ - gujaratinews
સુરેન્દ્રનગર: જિલ્લામાં આવેલા વઢવાણ ખાતે સ્વામિનારાયણ મંદિર લોકોમાં અનોખું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ધરાવે છે. ત્યારે સૌપ્રથમ વખત આ મંદિરમાં મહિલા તેમજ ભક્તો દ્વારા પ્રદક્ષિણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદાજે 2.25 લાખ જેટલી પ્રદક્ષિણા કરવામાં આવી હતી.
વઢવાણ સ્વામિનારાયણ મંદિરની 1 લાખ પ્રદક્ષિણાનો મહિલાઓએ કર્યો સંકલ્પ
જેના ભાગરૂપે વહેલી સવારથી રાજ્યભરમાંથી મહિલા ભક્તો સ્વામિનારાયણ મંદિર ખાતે ઉમટી પડી હતી. અંદાજે 3000 મહિલા ભક્તો દ્વારા 2.25 લાખથી પણ વધુ પ્રદક્ષિણા કરી દેવોને રાજી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.