સુરેન્દ્રનગર: રાજકોટ અમદાવાદ હાઇવે પર સાંગાણી ગામના પાટિયા પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે પુરુષ અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. અકસ્માત થયેલા કાર નિશાન સન્ની (કારનું નામ)નો નંબર જીજે 10 બીજી 0351 છે. આ ઘટનામાં એક બાળકીને ચમત્કારીક રૂપે બચાવ થયો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. હાલ બંન્ને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કાર અકસ્માતમાં 3ના મોત, 2 ઘાયલ - surendranagar latest news
રાજકોટ અમદાવાદ હાઇવે પર સાંગાણી ગામના પાટિયા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે પુરુષ અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું.
![રાજકોટ-અમદાવાદ હાઇવે પર કાર અકસ્માતમાં 3ના મોત, 2 ઘાયલ રાજકોટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6096632-thumbnail-3x2-kk.jpg)
રાજકોટ
રાજકોટ અમદાવાદ હાઇવે પર કાર અકસ્માતમાં 3ના મોત, 2 ઈજાગ્રસ્ત
આ કાર નાળા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ કારમાં જામનગરનાં ખંભાડીયાના અધિક કલેકટર ડી. આર. ડી.મા નિયામક તરીકે ફરજ બજાવતા એ. પી. વાઘેલા અને તેમનો પરિવાર આણંદ પાંચ લોકો જઇ રહ્યાં હતાં. જે દરમિયાન ચોટીલા બળદેવ હોટલ નજીક સાંગાણી ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત થયા બાદ પોલીસ અને 108ની ટીમને પણ જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે આવી ગયા હતાં. સ્થાનિક પોલીસ, આ અકસ્માત અંગેની માહિતી એકઠી કરીને તેમના પરિવારને જાણ કરી હતી.