ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાંથી 3 બોગસ ડૉક્ટર્સ ઝડપાયા - arreste

સુરેન્દ્રનગર: જિલ્લામાં આવેલા પાણસીણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાણાગઢ ગામમાં અલગ-અલગ વિસ્તારમાં ગેરકાયદે ક્લિનીકમાં પ્રેક્ટિસ કરતા 3 બોગસ ડૉક્ટરોની જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Spot photo

By

Published : Mar 20, 2019, 4:18 PM IST

જિલ્લામાંથી પોલીસ વિભાગના SOG ટીમને મળતી બાતમીના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાણાગઢ ગામના અલગ-અલગ વિસ્તારમાં 3 બોગસ ડૉક્ટોની ધરપકડ કરવામાં આવી છે. જેઓ ગેરકાયદેપોતાના ક્લિનીકમાં પ્રેક્ટીસ કરી રહ્યાહતા. જો કે, આ ડૉક્ટોર્સ પાસે કોઇ કાયદેસરની ડિગ્રીન હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારે પોલીસ વિભાગના SOG ટીમ દ્વારા સુજોય શ્રીપતિ બિશ્વાસ, શીબુપદા અબીનશ બિસવાસ અનેહિમંતભાઈ ભાવુભાઈ નાયક આ ત્રણેય શખ્સ પાસે કોઈ પણ જાતનું તબીબ સારવાર કરવા અંગેનું સર્ટીવિના જ સામાન્ય લોકોમાં ડૉક્ટર તરીકે જાહેર કરી ઘણા વર્ષોથી પ્રેક્ટીસ કરતા હતા. તેઓની મંગળવારનારેડ દરમિયાન એલોપેથી દવાઓ તથા સાધનો સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. સાથે જ પાણસીણા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details