મળતી માહિતી મુજબ, વડોદરામાં પડેલા ભારી વરસાદને કારણે અન્ય જિલ્લાના વાહન વ્યવહારમાં પણ અસર જોવા મળી હતી. સુરેન્દ્રનગરમાં 2 ટ્રેન રદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ લોકોને મુશ્કેલી ન પડે તે માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલીક રેલવે સ્ટેશન પર દોડી આવ્યા હતા અને લોકોની મદદ કરી હતી.
વરસાદને કારણે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર 2 ટ્રેનો રોકાઇ, જનતાને અપાયું રિફંડ - Etv bharat
સુરેન્દ્રનગર: વડોદરામાં ખાબકેલા 20 ઈંચ વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પર અસર જોવા મળી હતી. વરસાદને કારણે અમદાવાદ અને વડોદરા વચ્ચે થતો ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે. જેના કારણે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર સૌરાષ્ટ્ર મેઇલ અને રાજકોટ દુરન્તો એકસપ્રેસ ટ્રેનને રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.
વરસાદને કારણે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર 2 ટ્રેનો રોકાઇ, જનતાને અપાયું રિફંડ
જેમાં પ્રથમ રાજકોટ મેઈલ ટ્રેનને પરત રાજકોટ મોકલાઈ હતી. તેમજ બાદમાં દૂરન્તો એકસપ્રેસ રાજકોટ તરફ રવાના કરવામાં આવી હતી. આ ઉપરાંત મુસાફરોને અમદાવાદ જવું હોય તો તેને રિફંડ આપવામાં આવ્યું હતું. રિફંડના પૈસા મેળવવા માટે ભીડ ન થાય તે માટે 4 બારીઓ પરથી ટિકિટના પૈસા આપવામાં આવ્યા હતા. જેથી વ્યવસ્થા જળવાઇ રહે.