શહેરના બસ સટેન્ડ પાસે આવેલા બાઇકના શૉ રૂમને ટાર્ગેટ બનાવી તેમાં કામ કરતા એક પૂર્વ કર્માચારી અને બે સગીર કર્મચારીએ ડુપ્લીકેટ ચાવીથી ગોડાઉનમાં પડેલા નવા નકોર 18 બાઇકની ચોરી કરી હતી. ત્યારે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શો રૂમના માલિકે 18 બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યુ હતું કે, "ચોરી થયેલા શૉ રૂમમાં અગાઉ કામ કરતા બે સગીર કર્મચારી હાલ કામ ધંધો કર્યા વગર રૂપિયા ઉડાડી જલસા કરે છે. જેના આધારે પોલીસે આ બન્ને સગીર આરોપીઓની અટકાયત કરી આકરી પૂછપરછ જેમાં કરતા બન્ને આરોપીઓએ પોતાના સાગરીતો સાથે મળી ચોરીને અંજામ આપ્યાની કબુલાત કરી હતી.
સુરેન્દ્રનગરમાં ચોરીના 18 બાઇક સાથે આરોપી ઝડપાયા
સુરેન્દ્રનગર: શહેરના મેઇન રોડ પર આવેલા બાઇકના શો રૂમમાં કામ કરતા કર્મચારી સહિત પાંચ આરોપીઓએ નવા શો રૂમમાંથી 18 બાઇકની ચોરી કરી હતી. જે મામલે પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને 18 બાઇક સાથે ધરપકડ કરી હતી. સાથે જ રૂપિયા 9.65 લાખનો મુદ્દામાલ ઝડપી આગળની તપાસ હાથ ધરી હતી.
આરોપીઓએ કબૂલાત જણાવ્યું હતું કે, "તેઓ પહેલા આ શીવ શક્તિ બાઇકના શો રૂમમાં કામ કરતા હતા. ત્યાંથી તેમને કાઢી મૂકતા તેમણે શૉ રૂમના ગોડાઉનની ચાવી અને શટર ખોલવાનું હેન્ડલ તેઓની પાસે ચોરી છુપીથી રાખી લીધું હતું. ત્યારબાદ બન્ને સગીરોએ તેઓના સાગરીતો સોહીલ ફકીર સાથે મળી રાતના સમયે ડુપ્લીકેટ ચાવીથી ગોડાઉન ખોલી એક બાઇક કે બે બાઇક ચોરીને લાવતા હતાં. આમ, ત્રણ મહિનામાં 18 બાઇકને ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારબાદ ચોરી કરેલા બાઇકો તેઓએ ધ્રાંગધ્રા રહેતા સાગરીત અશરફ પઠાણ અને અમજદભાઇ પઠાણને આપતા હતા. જે ચોરીની બાઇકો સાચવતા અને પછી સસ્તાભાવે વેચતા હતા.
આ રીતે બે સગીર સહિત 5 આરોપીઓએ એકબીજાનું મેળાપણુ કરીને 18 બાઇકની ચોરી કરી હતી. હાલ, પોલીસે ઝડપાયેલા આરોપીઓના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.