- લગ્નસરામાં લોકો પહેરી રહ્યા છે ડિઝાઇનર માસ્ક
- ડિઝાઇનર માસ્ક બન્યા આકર્ષણનું કેન્દ્ર
- ડિઝાઇનર માસ્કથી ફોટા અને સેલ્ફી પણ આવે છે સારા
લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખી જરદોશી હેન્ડ વર્ક અને મોતીવાળા માસ્ક છે વર-વધુની ડિમાન્ડ - special story
લગ્નસરાની સિઝન ચાલી રહી છે લોકો બ્રાન્ડેડ કાપડ અને જ્વેલરીની ખરીદી કરી રહ્યા છે. પરંતુ આ બધાની સાથે લોકોની નજર હવે ડિઝાઇનર અને બ્રાન્ડેડ માસ્ક ઉપર છે. કારણ કે, માસ્ક હવે કોરોના કાળમાં જરૂરિયાત બની ગયા છે. આજ કારણ છે કે, માસ્ક વિક્રેતાઓએ પણ લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખી જરદોશી હેન્ડ વર્ક અને મોતીવાળા માસ્ક સાથે વર-વધુ માસ્કના ઓર્ડર મેળવી રહ્યા છે.
સુરત : લગ્નસરાની સિઝનમાં આમ તો લોકો બીજા કરતાં સારા દેખાવા માંગતા હોય છે. અત્યાર સુધી પરિધાન અને જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર બની રહેતા હતા. પરંતુ હવે લોકો અવનવા ડિઝાઇનર માસ્ક પહેરી અન્ય લોકો કરતા જુદા દેખાવા માંગે છે. આજ કારણ છે કે, શહેરમાં ડિઝાઇનર માસ્ક બનાવવાવાળાઓએ ખાસ લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખી માસ્ક કરી રહ્યા છે. સંગીત ,મહેંદી અને અન્ય વિધિના સમયે લોકો કાપડના કલરમાં ડિઝાઇનર માસ્ક પહેરી શકે આ માટે ખાસ માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. મહિલાઓ માટે જરદોશી, ગોટા પટ્ટી અને મોતીના માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. લગ્નસરામાં વર પક્ષ અને વધુ પક્ષ માટે પણ અલગ અલગ માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે.