સુરત: કોરોના વાયરસની દહેશત વચ્ચે સુરતમાં યુવાનો માસ્ક પહેરી ધૂળેટી રમતા જોવા મળ્યાં હતાં. સુરતના વેસુ વિસ્તારમાં આયોજિત મડ ફેસ્ટિવલમાં હોળી રમવા આવેલા લોકો માસ્ક પહેરી લોકોને કોરોના વાયરસ અંગે જાગૃત કરવાની સાથે પોતે આ વાયરસથી બચવા પ્રયાસ કર્યો હતો.
ધૂળેટી તો રમવી જ પડે ને!, કોરોનાને લઇ સુરતમાં યુવાનો માસ્ક પહેરી ધૂળેટી રમ્યા - કોરોના વાયરસની અસર
કોરોના વાયરસની દહેશત વચ્ચે સુરતમાં યુવાનો માસ્ક પહેરી ધૂળેટી રમતા જોવા મળ્યાં હતાં. સુરતના વેસુ વિસ્તારમાં આયોજિત મડ ફેસ્ટિવલમાં હોળી રમવા આવેલા લોકો માસ્ક પહેરી લોકોને કોરોના વાયરસ અંગે જાગૃત કરવાની સાથે પોતે આ વાયરસથી બચવા માટે પ્રયાસ કર્યો હતો.
રંગોના તહેવાર ધૂળેટી પર કેમિકલ યુક્ત કલરોથી થતા નુકસાનને જાણીને અને કૃષ્ણ ભગવાનના ધૂળેટી ઉજવણીના ઉદ્દેશ્યને સાર્થક કરવા મડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેમાં લોકોએ માસ્ક પહેરી જનતાને જાગૃત કરી હતી. મેડિકલની ટીમે પણ આ ઇવેન્ટમાં હાજર રહી હતી.
આમ, તો કેમિકલ યુક્ત કલર સ્વાથ્ય માટે નુકસાનકારક હોય છે. જ્યારે માટી એ પ્રાકૃતિક છે. એટલું જ નહીં પણ પહેલાના જમાનામાં કેટલાક લોકો માટીથી શરીર સ્વચ્છ કરતા હતાં. જયારે આજે પણ બ્યૂટી પ્રોડક્ટમાં સ્કિન માટે વિશિષ્ટ પ્રકારની માટીનો ઉપયોગ થાય છે, પરંતુ શહેરીકરણના લીધે આજે એ માટી સાથેનો નાતો તૂટી ગયો છે, ત્યારે 'મડ ફેસ્ટ' થકી લોકોને ફરીથી માટી સાથે જોડવાનો આ એક પ્રયાસ મડ ફિસ્ટ સાથે સુરતમાં આયોજન કરાયું હતું અને કોરોના વાયરસથી બચવા લોકો આ ફિસતમાં માસ્ક પહેરી હોળી રમતા જોવા મળ્યાં હતાં.