અંકલેશ્વર GIDC માં કામ કરી રહેલા કીમ ગામના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું સુરત:દિન પ્રતિદિન હાર્ટ એટેકના હુમલામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી યુવા વર્ગમાં હાર્ટ એટેક આવવાના બનાવો વધી ગયા છે. જે એક ચિંતાની બાબત છે. સુરત જિલ્લામાં વધુ એક યુવક હાર્ટ એટેકના કારણે મોતને ભેટ્યો છે.
"મારો ભાઈ અંકલેશ્વર GIDC માં કામ કરતો હતો. ફરજ દરમિયાન અચાનક હદય બંધ થઈ ગયું હતું. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હાજર તબીબે તેઓને મરણ જાહેર કર્યો હતો. તેમને સંતાનમાં એક દીકરી છે."-- હિતેશ ભાઈ ધોઢીયા (મૃતક યુવકના ભાઈ)
દીકરાનું હાર્ટ એટેકના કારણે મોત: મૃતકને સંતાનમાં એક ચાર વર્ષની દીકરી છે. પરિવાર સાથે રહેતો હતો. પરિવારને આર્થિક મદદ કરવા માટે અંકલેશ્વર GIDC માં અલગ અલગ ઇલેક્ટ્રિક સાધનો ફીટ કરવાની કામગીરી કરતો હતો. ત્યારે આજે પણ નિત્યક્રમ મુજબ કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક હદય બંધ થઈ જતાં બેભાન થઈ ગયો હતો. હાજર લોકોએ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખાતે લઈ ગયા હતા. ત્યાં હાજર તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાનું હાર્ટ એટેકના કારણે મોત થઈ જતાં હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે.
15 દિવસ અગાઉ પણ એક યુવકનું મોત:અન્ય બનાવની વાત કરીએ તો 15 દિવસ અગાઉ શહેરના ભટાર વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય કિરણ રાજેશભાઈ સોલંકી ઈનકમ ટેક્સ વિભાગમાં કાર ડ્રાઇવિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સવારે તેઓ નોકરી ઉપર હતા. ત્યારે જ અચાનક જ છાતીમાં દુખાવો થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. તેમના સાથી મિત્રો દ્વારા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે કિરણને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જોકે ડોક્ટરે હાર્ટ એટેકથી મોત થયું હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી.
- Surat Heart Attack Death : સુરતમાં વધુ એક આશાસ્પદ યુવકનું છાતીમાં દુખાવા બાદ મોત, હાર્ટ એટેકની આશંકા
- Surat News: સુરતમાં બાઈકચાલકને મદદ કરવા ગયેલ શખ્સને હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યો