ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત યુથ કોંગ્રેસે બોલિવુડ સેલિબ્રિટી અને યોગગુરુ રામદેવને શ્રદ્ધાંજલિ અર્પિત કરી, જાણો શું છે કારણ... - યુથ કોંગ્રેસ કાર્યકરો

શહેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ બોલીવુડના કલાકારો અને બાબા રામદેવનો ફોટો લગાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

યુથ કોંગ્રેસે બોલિવુડ સેલિબ્રિટી અને યોગગુરુ રામદેવને આ મુદ્દે આપી શ્રદ્ધાંજલિ
યુથ કોંગ્રેસે બોલિવુડ સેલિબ્રિટી અને યોગગુરુ રામદેવને આ મુદ્દે આપી શ્રદ્ધાંજલિ

By

Published : Jul 1, 2020, 7:23 PM IST

સુરત : યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ બોલીવુડના દિગ્ગજ કલાકારો અને બાબા રામદેવના ફોટો લગાવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. વર્ષ 2012માં યુપીએની સરકારના સમય દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે ટ્વીટ કરી આ કલાકારો દ્વારા વિરોધ નોંધાવ્યો હોવાના આરોપ યુથ કોંગ્રેસના કાર્યકરોએ કર્યા છે. જેના વિરોધમાં બૉલીવુડ સહિત યોગગુરુને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ કરી રોષ વ્યકત કર્યો હતો.

પેટ્રોલ-ડીઝલનો વિરોધ યથાવત :

  • યુથ કોંગ્રેસે ભાવ વધારાને લઇ બોલીવુડના દિગ્ગજોને પાઠવી શ્રદ્ધાંજલિ
  • યોગગુરૂ બાબા રામદેવને પણ પાઠવી શ્રદ્ધાંદલિ
  • વર્ષ 2012માં યુપીએની સરકાર દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો
  • શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ કરી રોષ વ્યક્ત કર્યો
    યુથ કોંગ્રેસે બોલિવુડ સેલિબ્રિટી અને યોગગુરુ રામદેવને આ મુદ્દે આપી શ્રદ્ધાંજલિ

આ તકે શહેર યુથ કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે, હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ચોથા આસમાને પહોંચ્યા છે. લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે, ત્યારે વર્ષ 2012માં યુપીએની સરકારના સમય દરમિયાન બૉલીવુડ અભિનેતાઓ અને યોગગુરુ બાબા રામદેવ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ સામે ટ્વીટ કરી રોષ વ્યકત કર્યો હતો, પરંતુ આજે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે, ત્યારે આ અભિનેતાઓ અને યોગગુરુ બાબા રામદેવ લુપ્ત થઈ ગયા હોવાના આરોપ મુકવામા આવ્યા છે. જેના સંદર્ભમાં આજ રોજ બુધવારે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સીટી લાઈટ સ્થિત પેટ્રોલ પંપ નજીક ફિલ્મ અભિનેતાઓ અને બાબા રામદેવના ફોટો ફ્રેમ બનાવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details