ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીમાં કોરોનાની રસી લેતા પહેલા યુવાનોએ રક્તદાન કર્યું - રસીકરણ પહેલા રક્તદાન કરવા વિદ્યાર્થીઓને અપીલ

સુરતના બારડોલીમાં આવેલી RNG પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજના NSSની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. રસીકરણ પહેલાં કોલેજના વિદ્યાર્થીઓ રક્તદાન કરી શકે તે માટે અલગ અલગ ત્રણ જગ્યાએ વિદ્યાર્થીઓની અનુકૂળતાએ રક્તદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

બારડોલીમાં કોરોનાની રસી લેતા પહેલા યુવાનોએ રક્તદાન કર્યું
બારડોલીમાં કોરોનાની રસી લેતા પહેલા યુવાનોએ રક્તદાન કર્યું

By

Published : May 15, 2021, 9:18 AM IST

  • RNG પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજના NSS ટીમનું આયોજન
  • રસીકરણ પહેલા કોલેજના વિદ્યાર્થીઓ રક્તદાન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ
  • ત્રણ જગ્યાએ વિદ્યાર્થીઓની અનુકૂળતાએ રક્તદાન કરવાની વ્યવસ્થા ગોઠવાઈ
  • રક્તદાન શિબિર દ્વારા 15 દિવસમાં 60 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી
  • કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓ રક્તદાન માટે આગળ આવી રહ્યા છે


બારડોલી: RNG પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજની NSSની ટીમ દ્વારા યુવાનોમાં રસીકરણ બાબતે જાગૃતિ લાવવાની સાથે રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 60 જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

RNG પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજના NSS ટીમનું આયોજન
આ પણ વાંચોઃવલસાડના રોલા ગામમાં આયોજિત રક્તદાન શિબિરમાં સી. આર. પાટીલે આપી હાજરી

બારડોલી, વ્યારા અને સુરતમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી

કોરોના મહામારી વચ્ચે રક્તની ખૂબ જ અછત વર્તાય છે ત્યારે બારડોલીમાં NSSના વિદ્યાર્થીઓ કોલેજના અન્ય વિદ્યાર્થીઓને રસીકરણ માટે જાગૃત કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ રસી લેતા પહેલા રકતદાન કરવા પણ જાગૃત કરવામાં આવ્યા હતા. બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ, સુરતના લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર તેમ જ વ્યારાની જનક હોસ્પિટલમાં રક્તદાન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ત્રણ જગ્યાએ વિદ્યાર્થીઓની અનુકૂળતાએ રક્તદાન કરવાની વ્યવસ્થા ગોઠવાઈ

આ પણ વાંચોઃહરિયા કોલેજ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ

રક્તદાન કરી માનવધર્મ નિભાવવા અપીલ

કોલેજના આચાર્ય ડો. લતેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે રક્તદાતાઓની અછત સર્જાય છે ત્યારે રક્તદાન મહાદાનના સંકલ્પને સાર્થક કરવાનો આ સમય છે. અત્યારે આપણે 2 ધર્મ નિભાવવાના છે. રક્તદાન કરવું એ માનવ ધર્મ છે જ્યારે રસી મુકાવવી એ આપણો રાષ્ટ્ર ધર્મ છે, પરંતુ રાષ્ટ્ર ધર્મ નિભાવતા પહેલા રક્તદાન કરી માનવ ધર્મ નિભાવવાના હેતુસર આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details