ગુજરાત

gujarat

ETV Bharat / state

Accident In Surat : પોતાના જ લગ્નની કંકોત્રી વેચવા નીકળેલા યુવકનું ટ્રક નીચે આવી જતા મોત - લગ્નની કંકોત્રી

સુરત શહેરમાં પૂર્ણાગામ વિસ્તારમાં પોતાના જ લગ્નની કંકોત્રી વેચવા નીકળેલા યુવકને ગોડાદરા બ્રિજ પાસે સિમેન્ટ ભરેલી ટ્રકે ટક્કર મારતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. હાલ આ મામલે પુણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Accident In Surat : પોતાના જ લગ્નની કંકોત્રી વેચવા નીકળેલા યુવકનું ટ્રક નીચે આવી જતા મોત
Accident In Surat : પોતાના જ લગ્નની કંકોત્રી વેચવા નીકળેલા યુવકનું ટ્રક નીચે આવી જતા મોત

By

Published : Feb 19, 2023, 8:36 PM IST

Accident In Surat : પોતાના જ લગ્નની કંકોત્રી વેચવા નીકળેલા યુવકનું ટ્રક નીચે આવી જતા મોત

સુરત :શહેરમાં મોટા વાહન ચાલકોની અટફટે લોકો પોતાનું જીવ ગુમાવી રહ્યા છે. તે જ રીતે ફરી પાછી આજરોજ શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલ લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતો 26 વર્ષીય જીતેન્દ્ર ચારણ આજરોજ પોતાના ઘરેથી અંગત કારણોસર બહાર જઈ રહ્યાં હતા ત્યારે ગોડાદરા બ્રિજ પાસે સિમેન્ટ ભરેલી ટ્રકે તેમને ટક્કર મારતા તેઓ સ્લીપ થઈ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. જોકે તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. હાલ આ મામલે પુણા પોલીસે અકસ્માતનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથ ધરી છે.

યુવક ટ્રક નીચે આવી જતા થયું મોત :આ બાબતે તપાસ કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. કે.નુકૂમે જણાવ્યું હતું કે,હું તો ડાયરેક્ટ હોસ્પિટલ પહોંચ્યો હતો, પરંતુ એ પહેલા અમારી પીસીઆર વાહન ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી. ત્યાંથી જાણવા મળ્યું હતું કે, ઇજાગ્રસ્ત વ્યક્તિને સંજીવની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. હું હોસ્પિટલ પહોંચ્યો એટલે મને ડોક્ટરે જણાવ્યું હતું કે, તેમની ડેથ થઈ ચૂકી છે. ત્યાં તેમની સાથે ઘટના સ્થળ પર હાજર સ્થાનિક લોકો હતા. તેમના નિવેદન લીધા હતા.

આ પણ વાંચો :Accident in Surat: સુરતમાં કારની ટક્કરે મોપેડ પર જતી મહિલાનું મોત, કારચાલક અમદાવાદી નીકળી

મૃતક જીતેન્દ્રના 22 ફેબ્રુઆરીના રોજ હતા લગ્ન :આ ઘટનામાં જીવ ગુમાવેલ યુવકનું નામ જીતેન્દ્ર ચારણ જેઓ 26 વર્ષના હતા. તેઓ ગોડાદરા વિસ્તારમાં જ રહે છે. તેમની સાથે એક નાનકડી બેગ પણ મળી આવી હતી. એ બેગ માંથી જીતેન્દ્ર ચારણ નામની બે થી ત્રણ લગ્નનના કાર્ડ મળી આવ્યા હતા. આ કાર્ડ મૃતક જીતેન્દ્ર અજય ચારણના જ હતા. તેમના 22 ફેબ્રુઆરીના રોજ લગ્નન થવાના હતા.

આ પણ વાંચો :Surendranagar Car Accident: રાજસ્થાનથી દારૂ ભરીને આવતી ઈકોનો અકસ્માત, રસ્તા પર રેલમછેલ

પરિવાર પર આભ ફાટ્યું :પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. કે.નુકૂમે વધુમાં જણાવ્યું કે, તેમનું પરિવાર વર્ષીથી સુરતમાં જ રહે છે, પરંતુ મૂળ રાજસ્થાનના વતની છે. તેઓનું આખું પરિવાર ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે.આ ઘટના સાંભળીને તેમનું આખું પરિવાર હોસ્પિટલ પહોંચી આવ્યું હતું અને આખો માહોલ ગમગીન બની ગયું હતું. લગ્નન પહેલા જ આ રીતે ઘટના ઘટતા પરિવાર માટે ખૂબ જ આંકદ હતું. આ મામલે અમારી સામે જે સીસીટીવી સામે આવ્યા છે. એમાં ત્રીજા નંબરની ટ્રક જીતેન્દ્રને અડફેટે લઈ છે. જોકે હાલ આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details