સુરતમાં ખટોદરા વિસ્તારમાં પંચશીલ નગરમાં અંન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં મંદ બુદ્ધિનો યુવક એકાએક 10 થી 15 ફૂટ નીચે ઉતરી ગયો હતો. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ગંભીરતા જોવા મળી હતી અને તાત્કાલિક સુરત ફાયર વિભાગ અને ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની બે મથકોની ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયરના ચાર જેટલા જવાનો અંન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં ઉતર્યા હતા.
સુરતમાં અંન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં મંદ બુદ્ધિનો યુવક ફસાયો બાદમાં...
સુરત: ખટોદરા વિસ્તારમાં અંન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં મંદ બુદ્ધિનો યુવક 10 થી 15 ફૂટ નીચે ઉતરી જતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
yuvak
આશરે દસથી પંદર ફૂટ ડ્રેનેજ લાઈનમાં ઉતરેલા યુવકે ફાયરના જવાનોને બસોથી ત્રણસો મીટર સુધી હંફાવ્યા હતા. જો કે અંન્ડરગ્રાઉન્ડ લાઈનમાં અલગ અલગ જગ્યાઓથી ઉતરેલા ચાર જેટલા જવાનોએ યુવકને સમજાવ્યો હતો અને ભારે સમજાવટ બાદ તેને સહી સલામત રીતે બહાર કાઢી વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. યુવકને બહાર કાઢવા માટે ઘટના સ્થળે પાલિકાની ટીમે સર્વિસ રસ્તાના ઢાંકણા ખોલવાની ફરજ પડી હતી.