સુરત: ઓલપાડમાં એક વૃદ્ધાનું અવસાન થતાં સંબંંધીઓ અંતિમ સંસ્કાર કરીને પરત ફરી રહ્યા હતા. કુદીયાણા ગામ નજીક સામેથી આવતાં બાઈકચાલકને બચાવવા જતાં મૃતકના ભત્રીજાએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો (driver lost control on the steering young man died) હતો. એક જ પરિવારમાં મોતની બે ઘટનાઓને લઈને કુંટુંબમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. (young man died accident in surat)
બાઈકચાલકને બચાવવા જતાં અકસ્માત: પ્રાપ્ત માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના આડમોર ગામના મેઘ ફળિયાનાં મૂળ વતની રમીલાબેન પટેલ તેમના પુત્રના અવસાન બાદ ઓલપાડ ખાતે રહેતી પુત્રી જયા સાથે રહેતાં હતાં. જો કે વૃદ્ધા રમીલાબેનનું બીમારીને કારણે અવસાન થતાં તેમનો મૃતહેહ વતનના આડમોર ગામે વિધિ માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં વિધિ બાદ સાંજના મૃતકના અંતિમ સંસ્કાર માટે સગાઓ સહિત ગ્રામજનો ટેમ્પામાં બેસી સુરત ખાતેની કુરૂક્ષેત્ર સ્મશાન ભૂમિમાં લાવ્યા હતા. જ્યાં મોડી રાત્રે અંતિમ સંસ્કાર પૂર્ણ થતા ફરી ટેમ્પામાં બેસી પરત ફરી રહ્યા હતા. રાત્રે 10.45 વાગ્યાના આસપાસ કુદિયાણા ગામની સીમમાં આવેલ કેરિંગ્ટન ક્લબ એન્ડ રિસોર્ટ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રોડ ઉપર સામેથી આવતા એક બાઈક ચાલકને બચાવવા જતાં ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરનો અચાનક કાબૂ ગુમાવી દેતાં ટેમ્પો માર્ગની સાઈડમાં પલટી મારી ગયો હતો.