ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચૂંટણી માટે ગઇકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો - last day to fill up the for election

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ગઇકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ છે. ત્યારે ભાજપ દ્વારા 10 જેટલા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવેલી છે. આમ આદમી પાર્ટી દ્વારા પોતાના હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

By

Published : Jun 9, 2021, 10:12 AM IST

  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીનો છેલ્લો દિવસ
  • ભાજપ દ્વારા 10 જેટલા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી
  • 4 માજી કોર્પોરેટર, 1 રિપિટ મહિલા અને 5 કાર્યકર્તાઓની પસંદગી કરાઇ

સુરત :નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ગઇકાલે મંગળવારે છેલ્લો દિવસ હતો. ત્યારે ભાજપ દ્વારા 10 જેટલા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવેલી છે. તેમાં 4 માજી કોર્પોરેટર, 1 રિપિટ મહિલા અને 5 નવા કાર્યકર્તાઓનો સમાવેશ ભાજપ દ્વારા કરવામાં આવેલો છે. આ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા પોતાના હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપ સરકાર દ્વારા ગઇકાલે જ 10 નામોની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ગખંડોનું ખાતમુર્હત કરાયું

ભાજપ દ્વારા 10 હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચૂંટણી માટે ભાજપ દ્વારા 10 હોદ્દેદારોની પસંદગી કરવામાં આવેલી છે. તેમાં 4 માજી કોર્પોરેટર, 1 રિપિટ મહિલા અને 5 કાર્યકર્તાઓની પસંદગી કરવામાં આવેલી છે.

  1. સ્વાતિ સોસા
  2. યશોધર દેસાઈ
  3. રાજેન્દ્ર કાપડિયા
  4. વિનોદ ગજેરા
  5. સંજય પાટીલ
  6. નિરંજના જાની
  7. રંજના ગોસ્વામી
  8. રાજેન્દ્ર પટેલ
  9. શુભમ ઉપાધ્યાય
  10. અરવિંદ કાકડીયા

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપ દ્વારા આ 10 નામ જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :જામનગર : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ-4ના કર્મચારીઓએ ડેપ્યૂટી કમિશનરને આપ્યું આવેદન

નામોની પસંદગી પાર્લામેન્ટ બોર્ડ દ્વારા કરાઇ

ભાજપ શાસક પક્ષ નેતા અમિત રાજપૂત દ્વારા એમ કહેવામાં જણાવવામાં આવ્યું કે, આજ રોજ આદરણીય ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા શિક્ષણ સમિતિના 10 નામો જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ ઉમેદવારોએ પોતાનાં ફોર્મ સબમીટ કરી દીધા છે. આ નામોની પસંદગી પાર્લામેન્ટ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details