મુંબઈથી સુરત ગાંધી શાંતિ યાત્રા લઈ આવેલા પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાને મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે, POK મોદી સરકાર પરત મેળવી શકશે ? આ પ્રશ્ન પર તેઓએ કહ્યું હતું કે, મોદી હૈ તો મુમકીન હૈ. તેમનો0 આ જવાબ સાંભળી લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
આર્મી ચીફના POKના નિવેદન પર યશવંત સિન્હાએ પ્રશ્નો ઉભા કર્યા - આર્મી ચીફના POKને લઈ નિવેદન પર યશવંત સિન્હાએ પ્રશ્નો ઉભા કર્યા
સુરત: આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ POKને લઈ નિવેદન આપ્યું છે. તેમના આ નિવેદન પર સુરત ગાંધી શાંતિ યાત્રા લઈ આવી પહોંચેલા પૂર્વ નાણાંમંત્રી યશવંત સિન્હાએ પ્રશ્નો ઉભા કર્યા છે. તે ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, અમારી યાત્રા NRC અને CAAના વિરોધમાં છે.
સુરત
ઉલ્લેખનીય છે કે, આર્મી ચીફ મનોજ મુકુંદ નરવડેએ નિવેદન આપ્યું હતું કે, જો સરકાર આદેશ આપે તો પાકિસ્તાન કબ્જામાં રહેલું કાશ્મીર આપણું રહેશે. તેમણે કહ્યું કે (POK) ભારતનો એક ભાગ છે અને જ્યારે પણ અમને સંસદનો આદેશ મળશે. ત્યારે અમે તેના પર કાર્યવાહી કરીશું.
નાગરિકતા સુધારણા કાયદો અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરના વિરોધમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા ગાંધી શાંતિ યાત્રા સાથે સુરત પહોંચ્યા હતા. જ્યાં યશવંત સિન્હાએ જણાવ્યું હતું કે, અમારી યાત્રા NRC અને CAAના વિરોધમાં છે.