સુરતઃ સુરતના અડાજણમાં કારની લે વેચનો ધંધો કરતા વેપારીએ 11માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા વેપારીએ પોતાના જ ફોટા પર ઓમ શાંતિ અને રેસ્ટ ઇન પીસ લખી પોતાના સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કર્યો હતો, તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
અગિયારમાં માળેથી કૂદીને મોતને વ્હાલું કર્યુ
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી કલાપી રેસિડેન્સીમાં 33 પારસ શ્યામ ખન્ના પરિવાર સાથે રહેતા હતાં. સોમવારે તેઓ પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને બાદમાં પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પલેક્સના અગિયારમા માળેથી કૂદીને મોતને વ્હાલું કરી લીધું હતું. વેપારીએ આપઘાત કરતા પહેલા પોતાના જ ફોટા પર ઓમ શાંતિ અને રેસ્ટ ઇન પીસ લખી પોતાના સોશિયલ મીડિયા ગ્રુપમાં ફોટો શેર કર્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
પોતાના ફોટા પર ઓમ શાંતિ અને રેસ્ટ ઇન પીસ લખી સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરી કરી આત્મહત્યા - સુરત આત્મહત્યા ન્યૂઝ
સુરતના અડાજણમાં કારની લે વેચનો ધંધો કરતા વેપારીએ 11માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા વેપારીએ પોતાના જ ફોટા પર ઓમ શાંતિ અને રેસ્ટ ઇન પીસ લખી પોતાના સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કર્યો હતો, તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
paras
માનસિક તણાવનો શિકાર
આ અંગે જાણવા મળ્યું હતું કે લોકડાઉન બાદ તેનો ધંધો બરોબર ન ચાલતો હોવાથી તે માનસિક તણાવમાં રહેતો હતો. પરંતુ હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.