મહિલાઓને રોજગારી મળી શકે તે માટે પેડ બનાવવાની ટ્રેનિંગ સુરત:પર્યાવરણને સૌથી વધુ નુકસાન હાલ પ્લાસ્ટિકનો વધી રહેલો વપરાશ (Plastic consumption is the world's biggest problem) મોટો કારણભૂત છે. આજે દરેક વસ્તુમાં પ્લાસ્ટિકનો વપરાશ વધી ગયો છે. જ્યારે બીજી બાજુ માસિક ધર્મ દરમ્યાન મહિલાઓ જે સેનેટરી પેડનો(sanitary pads for woman) ઉપયોગ કરે છે તેમાં પણ પ્લાસ્ટિકનો વપરાશ જોવા મળતો હોય છે. જેનું ડિસ્પોઝલ કરવામાં પણ મોટી સમસ્યા ઊભી થાય છે ત્યારે આવી સમસ્યાથી થોડીક રાહત આપવા માટે સુરતની મહિલાઓ એક ખાસ અભિયાનની શરૂઆત (Women making pads from textile waste cloth) કરી છે.
વેસ્ટેજ કાપડમાંથી પેડ: સુરતની ત્રણ મહિલાઓએ ધરતીને પ્લાસ્ટિકમુક્ત કરવાની સાથોસાથ કેટલીક મહિલાઓને રોજગારી મળી શકે તેવી એક પહેલ કરી છે. સુરત એક ટેક્સટાઇલ સીટી છે અને અહીં લાખો મીટર કાપડ વેસ્ટેજ નીકળતું હોય છે. આવા કાપડ લઈને તેઓ ક્લોથ પેડ (sanitary pads for woman) બનાવી રહ્યા છે, જેનો ઉપયોગ શ્રમિક અને આદિવાસી વિસ્તારની મહિલાઓ માસિક ધર્મના સમયે કરી શકે.
આ પણ વાંચો:સુરતમાં 8 ફૂટનો પતંગ બન્યો આકર્ષણનું કેન્દ્ર, લોકોને આપશે સામાજિક સંદેશ
ઓનલાઇન ટ્રેનિંગ:તેઓએ પોતાની સંસ્થાનું નામ પણ કામખ્યા ઇન્ડિયા રાખ્યું છે. આ સંસ્થાના ફાઉન્ડર નંદિની સુલતાનિયા અને કો ફાઉન્ડર રજની સુલતાનિયા, અંજના પાઠક છે. આ સંસ્થાનું નામ આસામના ગુવાહાટીમાં આવેલ કામખ્યા દેવી માતાના નામ પર રાખવામાં આવ્યું છે કે જેમને ખાસ બ્લડેસ ઓફ ગોડ કહેવામાં આવે છે. ફાઉન્ડર રજની સુલતાનિયાએ જણાવ્યું હતું કે તેઓ ક્લોથ પેડ બનાવીને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તાર શ્રમિક વિસ્તારની મહિલાઓને નિશુલ્ક આપી રહ્યા છે. જેથી પ્લાસ્ટિકના દૂષણથી કેટલીક હદે ધરતીને રાહત આપવામાં આવી શકે. એટલું જ નહીં અન્ય રાજ્યોમાં પણ ઓનલાઇન ટ્રેનિંગ આપીને આ ક્લોથ પેડ બનાવી રહ્યા છીએ.
સેનિટરી પેડના ડિસ્પોઝલ માટે સમસ્યા:સાથે તેઓએ જણાવ્યું હતું કે,દરેક માસિકમાં મહિલા આશરે 8થી 10 સેનિટરી પેડ વાપરતી હોય છે. જે પ્લાસ્ટિક અને કેમિકલથી તૈયાર થતું હોય છે. ડિસ્પોઝલ માટે તેની ખૂબ જ સમસ્યા થાય છે. અમે જે ક્લોથ પેડ બનાવી રહ્યા છે તેની ડિઝાઇન પણ ખાસ છે અને મહિલાઓ એને બે વર્ષ સુધી વાપરી શકે એવી છે. 30 લોકોની ટીમ છે જેમાં વકીલ, ડોક્ટર, મેડિકલ સ્ટાફના લોકો આવ્યા છે. અમે અત્યાર સુધી 25000 ક્લોથ પેડ આપ્યા છે. પરંતુ વર્ષ દરમિયાન એક લાખ ક્લોથ પેડ ડિસ્ટ્રીબ્યુટ થાય તેવી અમને આશા છે.
આ પણ વાંચો:કચ્છના સફેદ રણમાં વધુ એક આકર્ષણનું કેન્દ્ર કરાયું ઊભું; નવો ગેમ ઝોન શરૂ