ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત પોલીસ પોતાના વાહનોમાં મહિલાઓને ઘર સુધી પહોંચાડશે

સુરત: દેશ અને રાજ્યમાં દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને મહિલાઓની સલામતી અને સુરક્ષાના માટે શહેર પોલીસ કમિશનરે ખાસ પહેલ કરી છે. ઇમરજન્સી સમયે રાત્રીના 12 વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન પોલીસ પોતાના વાહનોમાં મહિલાઓને ઘર સુધી પહોંચાડશે. મહિલાઓ માત્ર 100 નંબર પર કૉલ કરશે અને પોલીસની PCR મદદ માટે આવી જશે.

Surat
સુરત

By

Published : Dec 10, 2019, 11:29 PM IST

મહિલાઓની સુરક્ષા અને સલામતી સુંદઢ કરવા સુરત પોલીસ કમિશ્નર આર. જી. બ્રહ્મભટ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રી દરમિયાન મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવે આ માટે ખાસ PCR વાન તેમની પાસે આવશે અને ઘર સુધી પહોંચાડશે.જે મહિલાઓ પાસે વાહનની સગવડ ન હોય તેવા સંજોગોમાં રાત્રીના બાર વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન પોલીસ પોતાના વાહનોમાં ઘર સુધી પોહચડશે. પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર પર કોલ કરી મહિલાઓ હવે મદદ મેળવી શકશે.

પોલીસની અનોખી પહેલ

પોલીસ વાન ઘર સુધી અથવા બતાવેલ સ્થળે ઘર સુધી મહિલાઓને પહોંચાડશે. રોડ પરથી પોલીસ વાન પસાર થતી હોય અને મહિલાઓ મદદ ઇચ્છતી હોય તો પણ પોલીસ મદદ કરશે. રાજ્યમાં વધતી દુષ્કર્મ જેવી ઘટનાઓ બાદ સુરત પોલીસનું સરાહનીય પગલું કહી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details