નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયારીઓ કરી રહેલી મહિલા ઉમેદવારની પુનાગામ પોલીસે ધરપકડ કરી હતી. મહિલા ઉમેદવાર વર્ષ 2018થી પોલીસ ચોપડે વોન્ટેડ હતી. સુરત-નવસારી લોકસભા બેઠક પરથી હીરામણી શર્માએ રાષ્ટ્રીય સમાજ પક્ષ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. પોલીસને જાણ થતાં તેમના નિવાસ સ્થાનેથી પોલીસે હીરામણીની ધરપકડ કરી છે.
સુરતમાં છેતરપિંડી મામલે લોકસભા મહિલા ઉમેદવારની કરાઈ ધરપકડ - police
સુરત : લોકસભા ચૂંટણી પહેલા ઉમેદવાર માટે મુશ્કેલીઓમાં વધારો થયો છે. નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર મહિલા ઉમેદવારની પુનાગામ પોલીસે ધરપકડ છે. 3.18 કરોડની છેતરપિંડીના મામલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સ્પોટ ફોટો
વર્ષ 2018માં સુરત પોલીસ ચોપડે 3.18 કરોડની છેતરપિંડી મહિલા દ્વારા આચરવામાં આવી હતી. કિશોર છગનભાઇ પરોળિયા નામના યુવકે હીરામણી વિરૂદ્ધ નોંધાવી હતી. 3.18 કરોડની રકમ મહિલા દ્વારા પડાવી લેવામાં આવી હતી. બાદમાં છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે પોલીસ મથકમાં હીરામણી શર્મા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી.