સુરતઃ શહેરના મોટા વરાછા ખાતે આવેલા એપલ હેવનમાં રહેતા ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર ડો.વૈશાલી મોરડીયા ફરજ દરમિયાન સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતા કોરોના પોઝિટિવ થયા હતા. જેથી તેઓ સારવાર હેઠળ હતા. આ દરમિયાન 9 દિવસ બાદ તેઓ સ્વસ્થ થયા હતા અને સારવાર લઈને તેઓ ઘરે પરત આવ્યા હતા. તે વેળાએ સોસાયટીના રહીશોએ તેઓનું ભવ્ય સવાગત કર્યું હતું. મહિલા તબીબ પર રહીશોએ ફૂલોથી વર્ષા કરી હતી.
કોરોનાને માત આપનાર મહિલા તબીબનું સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય સ્વાગત, ડોક્યુમેન્ટરી બનાવી - કોરોના પોઝિટિવ
સુરતના મોટા વરાછામાં કોરોનાને હરાવનાર મહિલા તબીબનું સોસાયટીના રહીશોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગતનું ડોક્યુમેન્ટરી ઓન તૈયાર કરવામાં આવી છે. જેમાં સોસાયટીની જવાબદારી અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર ડો.વૈશાલી મોરડીયા ફરજ દરમિયાન સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતા કોરોના પોઝિટિવ થયા હતા.
![કોરોનાને માત આપનાર મહિલા તબીબનું સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય સ્વાગત, ડોક્યુમેન્ટરી બનાવી મહિલા તબીબનું સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય સવાગત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7598692-616-7598692-1592034504662.jpg)
મહિલા તબીબનું સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય સવાગત
કોરોનાને માત આપનાર મહિલા તબીબનું સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય સવાગત
આ ઉપરાંત કોરોના સંક્રમણને ડામવા એપલ હેવન એપાર્ટમેન્ટના રહીશોએ કમિટી બનાવી છે અને પોઝિટિવ આવનાર તમામ વ્યક્તિની મદદ કરવા અને તેમની સાથે લાગણી પૂર્વક વર્તાવ કરવા નિર્ણય લેવાયો છે. આ ભવ્ય સ્વાગતનું ડોક્યુમેન્ટરી ઓન તૈયાર કરવામાં આવી હતી.
Last Updated : Jun 13, 2020, 3:36 PM IST