સુરત:RBI દ્વારા બે હજારની નોટ પરત ખેંચી લેવામાં આવી છે. બે હજારની નોટ બદલવાને લઈને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગાઈડલાઈન જાહેર કરી છે. થોડા સમય પહેલા આરટીઓ દ્વારા ચેકિંગ સમયે ચેકિંગ રાજકોટના બસ ઓપરેટર પાસેથી એક વર્ષના ટેક્સની રકમ બાકી હોવાથી તેઓ આ બસને પેસેન્જર સાથે આરટીઓ ખાતે લઈ આવ્યા હતા. જો કે બસ ઓપરેટરે એક અઠવાડિયા સુધી ટેક્સ ભર્યો ન હતો પરંતુ ગતરોજ સરકારે 2000 ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરતાની સાથે જ બીજા દિવસે બસ સંચાલકે એક જ વારમાં 6 લાખની રકમ ચૂકવી દીધી.
Surat news: બસ સંચાલકે 2 હજારની નોટોથી 4 લાખ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો
સરકારે ચલણમાંથી 2000 ની ચલણી નોટ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો તે બાદ આજે સુરત આરટીઓ ખાતે એક લક્ઝરી બસના મેનેજરે રૂ 6 લાખનો બાકી વેરો ચૂકવ્યો હતો. આ બાકી ટેક્સના 6 લાખમાંથી 4 લાખ 2000 રૂપિયાની નોટોમાં ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે 100, 500ની નોટમાં 2 લાખ ચૂકવાયા હતા.
ઓનલાઇન પેમેન્ટ ટાળી રહ્યા છે લોકો:2000 ની નોટ લોકો શોપિંગ કરવા માટે પણ નો ઉપયોગમાં લઇ રહ્યા છે. ખાસ કરીને સુપર સ્ટોર અને કરિયાણા સ્ટોરમાં ફરીદારી કરવા માટે લોકો વધુમાં વધુ 2000 ની નોટ લઈને આવી રહ્યા છે. એટલું જ નહીં પેટ્રોલ પંપ પર પણ લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે 2000 ની નોટ લઈને આવી રહ્યા છે. જે લોકો ઓનલાઈન પેમેન્ટ કરતા હતા તેઓ પણ હવે ખરીદી કરવા માટે 2000ની નોટ વાપરી રહ્યા છે. હાલ લોકો ઓનલાઇન પેમેન્ટ નહિ વાત કરી 2000ની નોટોથી મોલ વગેરેમાં વ્યવહાર માટે ઉપયોગમાં લઈ રહ્યા છે.
2000 રૂપિયાની નોટ ભરીને ટિકિટ ખરીદી: 2000ની ચલણી નોટ બંધ કરવામાં આવી તેની અસર સુરત રેલવે સ્ટેશનના રિઝર્વેશન ટિકિટ કાઉન્ટર પર પણ જોવા મળી હતી. આજે રેલ્વે સ્ટેશન પર આરક્ષિત ટિકિટ કાઉન્ટર પર રોજની નોટો કરતાં વધુ ટિકિટ આપવામાં આવી હતી. રોજની 2 થી 2.5 હજાર ટિકિટ આપવામાં આવતી હતી જ્યારે આવતીકાલ માટે 5 હજારથી વધુ રિઝર્વેશન ટિકિટ આપવામાં આવી હતી. મોટાભાગના લોકોએ 2000 રૂપિયાની નોટ ભરીને ટિકિટ ખરીદી હતી.