ગુજરાત

gujarat

ETV Bharat / state

વોશિંગ્ટન DCમાં મોકલાશે સુરતમાં તૈયાર થયેલી 'નમસ્તે ટ્રમ્પ' નોટ - President's Friendship Silver Gold

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ભાગ લેવા ભારત આવી રહ્યા છે. જેની તડામાર તૈયારીઓ માત્ર અમદાવાદ જ નહીં સુરતમાં પણ જોવા મળી રહી છે. સુરતના એક જ્વેલરી શોપમાં ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇ ખાસ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમની નોટો તૈયાર કરવામાં આવી છે. લગ્નસરાની સિઝનમાં આ નોટો એ ધૂમ મચાવી દીધી છે અને સૌથી અગત્યની વાત એ છે કે નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ નોટો બે શક્તિશાળી નેતા ઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં પણ પણ આપવામાં આવશે.

will-be-sent-to-washington-dc-a-hello-trump-note-prepared-in-surat
વોશિંગ્ટન DCમાં મોકલવામાં આવશે, સુરતમાં તૈયાર 'નમસ્તે ટ્રમ્પ' નોટ

By

Published : Feb 23, 2020, 7:45 PM IST

સુરતઃ દુનિયાના બે શક્તિશાળી દેશોનાં રાષ્ટ્રપ્રમુખની મિત્રતા સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમની નોટો પર નજર આવી રહી છે. જી હા આ ખાસ નોટો નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટને ધ્યાનમાં રાખી સુરતના જ્વેલર્સ દિપક ચોકસી દ્વારા તૈયાર કરવામાં આવી છે. લગ્નસરાની સિઝનમાં તો લોકો જ્વેલરીની ખરીદી કરતા હોય છે પરંતુ 'નમસ્તે ટ્રમ્પ' ઈવેન્ટને ધ્યાનમાં રાખી આ ખાસ નોટ તૈયાર કરવામાં આવી છે. જેની કિંમત અઢી હજારથી માંડી અઢી લાખ સુધીની છે. કદાચ ટ્રમ્પે પણ ક્યારેય વિચાર્યું ન હશે કે, ભારતમાં તેમનું આટલી હદે જોરદાર સ્વાગત થશે કે, સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમની નોટોમાં તેમની તસવીર પણ મૂક વામાં આવશે.

વોશિંગ્ટન DCમાં મોકલાશે સુરતમાં તૈયાર થયેલી 'નમસ્તે ટ્રમ્પ' નોટ

આ નોટો જેટલી ખાસ છે તેટલું જ તેનું ખાસ કવર પણ છે. સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમમાં તૈયાર કરવામાં આવેલી આ નોટોને જ્યારે જોવામાં આવે, ત્યારે તેમની ઉપર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર છે. બંને શક્તિશાળી દેશના નેતાઓની તસવીર મોંઘી ધાતુથી તૈયાર થયેલા નોટને વધુ આકર્ષક અને શક્તિશાળી બનાવે છે.

આ ખાસ નોધ તૈયાર કરનાર દિપક ચોક્સીએ જણાવ્યું હતું કે, હાલ 'નમસ્તે ટ્રમ્પ' ઇવેન્ટના કારણે આ નોટોની ડિમાન્ડ બજારમાં વધી છે. લોકો પોતાની બજેટને અનુસાર આ નોટો ખરીદી રહ્યા છે. સાથે તેઓ બે નોટો, એક નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને બીજો વોશિંગ્ટન ડી.સી.માં ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ કરશે.બન્ને રાષ્ટ્રીય પ્રમુખોની આ મુલાકાત દુનિયામાં નવા સમીકરણો ઉભા કરી શકે છે કારણ કે, અમેરિકા આર્થિક મહાસત્તા છે તો બીજી તરફ ભારત આર્થિક રીતે મજબૂત થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details