ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે લોકડાઉનનો ભંગ કરશો તો ખેર નથી... જૂઓ વીડિયો

હવે લોકડાઉનનો ભંગ કરશો અને કારણ વગર ઘરની બહાર નીકળશો તો ખેર નથી. કારણ કે, સુરતમાં હવે CISFની ટીમે પણ લાલ આંખ કરી છે. વગર કામે બહાર નીકળતા લોકોને કડક સજા આપવાનું શરુ કરવામાં આવ્યું છે.

surat
surat

By

Published : Apr 20, 2020, 1:07 PM IST

સુરતઃ કોરોના વાઈરસનો કહેર વધતા 4 પોલીસ મથક અને લીંબાયત સ્થિત આવેલા કમરૂનગરમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક લોકો વગર કારણે ઘરની બહાર નીકળી રહ્યા છે તેમજ લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે.

લોકડાઉનનો ભંગ કરશો અને વગર કામે બહાર નીકળશો તો હવે ખેર નથી, જૂઓ વીડિયો
આવા લોકો સામે પોલીસ સાથે હવે CISFએ પણ લાલ આંખ કરી છે. સુરતના કમરૂનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકોને CISFની ટીમે અલગ રીતે પુશઅપ કરાવ્યા હતા. આ ઉપરાંત માન દરવાજા વિસ્તારમાં પણ લોકોને અનોખી સજા આપવામાં આવી હતી. હાલ આ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો CISFની કામગીરીને બિરદાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details