ગુજરાત

gujarat

ETV Bharat / state

પત્નીએ બીમાર પતિને ફોન કરીને ખબર અંતર પૂછ્યા તો ફોન પર જ ત્રણ વખત તલાક કહી દીધું - અઠવા પોલીસ સુરત

સુરત શહેરમાં ફરી એક વખત ટ્રિપલ તલાકની (Triple talaq in India) ઘટના બની છે નાનપુરા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક અનિશએ પત્નીને ઘરમાંથી (Triple talaq case Gujarat) કાઢી મૂકી હતી જ્યારે પત્નીએ બીમાર પતિ અનિશને ફોન કરીને ખબર અંતર પૂછ્યા તો ફોન પર જ ત્રણ વખત તલાક કહી દીધું.આ ઘટના બાદ પરિણીતાએ તેના પતિ,સસરા, સાસુ અને દિયર સામે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ સમગ્ર (triple talaq act) મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

પત્નીએ બીમાર પતિને ફોન કરીને ખબર અંતર પૂછ્યા તો ફોન પર જ ત્રણ વખત તલાક કહી દીધું
પત્નીએ બીમાર પતિને ફોન કરીને ખબર અંતર પૂછ્યા તો ફોન પર જ ત્રણ વખત તલાક કહી દીધું

By

Published : Jan 10, 2023, 5:53 PM IST

સુરતના નાનપુરા વિસ્તારમાં (Triple talaq case Gujarat) રહેતી યુવતીના લગ્ન ભાઠેના (Triple talaq in India) પાસે રહેતા રીક્ષા ચાલક અનીશ મુસ્તાક શાહે પત્નીને મહેણા ટોણા મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. અને દહેજમાં 5 લાખ લઈને આવશે તો જ ઘરમાં રાખીશ તેમ કહ્યું હતું.નાનપુરા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન ભાઠેના પાસે રહેતા રીક્ષા ચાલક અનીશ મુસ્તાક શાહ સાથે વર્ષ 2019માં થયા (triple talaq act) હતા. શરુઆતમાં પરિણીતાને સારી રીતે રાખી હતી. અને ત્યારબાદ જમવાના બાબતે અને ઘરની સાફ સફાઈ બબાતે મહેણાંટોણા મારવાનું શરુ કર્યું હતું.

આ પણ વાંચો બાળકો સામે પિતાની હત્યા કરનાર ગુનેગારની ધરપકડ

ત્રણ વખત તલાકતારીખ 25 જૂન 2022ના રોજ સવારના સમતે પરિણીતાએ જમવાનું (Triple talaq News) બનાવ્યું હતું જેમાં સાસુએ મીઠું વધારે નાખી દેતા પરિણીતા સાથે ઝઘડો કર્યો હતો જમવાનું બનાવતા આવડતું નથી તેમ કહી તેણીને માર મારી કપડા બેગમાં ભરી ઘરમાંથી કાઢી મૂકી હતી.આ વચ્ચે પત્નીને ખબર પડી કે અનીશ બીમાર છે. પત્નીએ પોતાના બીમાર પતિના ખબર અંતર પૂછવા ફોન કર્યો તો ફોન પર જ ત્રણ વખત તલાક બોલી દીધા હતા.

આ પણ વાંચો ત્રણ તલાક બાદ મહિલાએ તેના પતિના મિત્ર સાથે કર્યા હિંદુ રીતિ રિવાજે લગ્ન

અન્ય યુવતી સાથે સબંધઅઠવા પોલીસ (athwa police station surat) પાસેથી મળતી માહિતી મુજબ પીડિત પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે, પરિણીતાનો પતિ મોડી રાત સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતો હોય પરિણીતાને શંકા જતા તેનો મોબાઈલ ચકાસતા અન્ય યુવતી (Triple talaq in India) સાથે સબંધ હોવાનું માલુમ પડ્યું હતું. અને આ બાબતે પતિને પૂછતા તેણીને માર પણ માર્યો હતો . સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમાધાન કરાવ્યું હતું અને થોડા સમય સારી રીતે રહ્યા બાદ ફરી પરિણીતાને હેરાન પરેશાન કરવાનું શરુ કર્યું હતું અને તેના પતિએ જણાવ્યું હતું કે તારા માતા પિતાએ મને કઈ જ આપ્યું નથી જો તારા ઘરવાળા મને દહેજના પૈસા આપતે તો હું તને ખુશ રાખતે પરંતુ તારી સાથે લગ્ન કરી મારી જિંદગી બરબાદ થઇ ગયી છે તું ૫ લાખ રૂપિયા લઈને આવશે તો જ તને ઘરમાં રાખીશ.

ABOUT THE AUTHOR

...view details