સુરતમાં ગેસ લીકેજ થતા 14 વર્ષની કિશોરીનું મોત સુરત: સુરતમાં ગેસ લીકેજ ના કારણે 14 વર્ષીય કિશોરીનું મોત થયો થવાની ઘટના સામે આવી છે તો એમાં પરિવારના અન્ય ચાર લોકો ને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદગામમાં પાસે શાસ્ત્રીનગરમાં વહેલી સવારે એક જ પરિવારના કુલ પાંચ લોકો ગેસ લીકેજના કારણે બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લેવામાં આવ્યો હતો. જ્યાં આ પાંચ માંથી 14 વર્ષીય કિશોરીનું મોત થઇ ગયું હતું. હાલ આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
5 લોકો બેભાન: સુરતના વડોદ ગામમાં પરિવાર સૂતો હતો. તે દરમિયાન જ ગેસ લીકેજ થતા આખું પરિવાર બેભાન અવસ્થામાં મળી આવ્યું હતું. મહિલા ઘરકામ કરવા માટે રોજ જતી હતી. આજે સવારે તે વહેલી ન ઉઠતા પડોશીઓએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી પડોશીઓને શંકા ગઈ કે, કેમ મહિલા ઉઠતી નથી અને તેમણે દરવાજો તોડી નાખ્યો હતો.
આ પણ વાંચોVadodara news: વાઘોડિયા રોડ પાસે આવેલ પીઝા રેસ્ટોરન્ટની લિફ્ટ તૂટતા બાળકી સહિત 4 લાકોને ઇજા
કિશોરી ધોરણ-8 માં અભ્યાસ કરી રહી હતી:વધુમાં તેમને જણાવ્યું હતું કે, એટલે અમે લોકો તાત્કાલિક ત્યાં દોડીને ગયા તો જોયું કે ત્યાં ગેસ લીકેજ થયું હતું. ત્યારબાદ દરવાજા તોડીને અમે અંદર જઈને જોયુંકે, નાના ભાઈની પત્ની ઉલ્ટી જોવા મળી રહી હતી અને તેના મોં ઉપરથી કઈ નીકળી રહ્યું હતું અને તેઓ બેહોશ હતા. અમે લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. રૂમમાં કુલ પાંચ લોકો હતા એમાં ચાર છોકરાઓ અને મારાં નાનાભાઈની પત્ની હતી. મારી છોકરી 14 વરસની હતી અને તે પાંડેસરા આવાસમાં આવેલ સરકારી શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરી રહી હતી.
આ પણ વાંચોVadodara News: વડોદરાની નર્મદા કેનાલમાં ડૂબી જતાં બે સગા ભાઈઓના મોત
મહિલા સહિત ત્રણ બાળકોને તાત્કાલિક સિવિલ લવાયા:આ બાબતે નીવી સિવિલ હોસ્પિટલના RMO ડોક્ટર ઓમકાર ચૌધરી જણાવ્યું કે, વહેલી સવારે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર ઉપર 108 એમ્બ્યુલન્સ મારફતે એક પરિવારના પાંચ લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ ઘટના એવી હતી કે, આ લોકો વહેલી સવારે નહીં ઉઠ્યા તો પાડોસીઓ તેમના ત્યાં જોવા ગયા હતા તેઓ બેભાન પડ્યા જોવા મળિયા હતા. અને ગેસનો પાઇપ પણ છૂટો જ જોવા મળ્યો હતો. એટલે કે એમ કહી શકાય છેકે, ગેસ લીકેજ ઘટનાઓ બની છે. હાલ તો આ મામલે પોલીસ વધું તપાસ હાથ છે. આ ટ્રેક્ટરનો પાંચ લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમાં 14 કિશોરી વર્ષીય અંજલિની ડેથ સિવિલ હોસ્પિટલના સીએમઓએ દીકરીને જોઈ તો પછી મૃત જાહેર કર્યો છે. તે ઉપરાંત સંગીતા યાદવ, અને ત્રણ છોકરાઓ પણ છે. એમાં દિવ્યાંશુ, ચંદન અને નેન્સી તમામને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. મહિલાને કિડની બિલ્ડીંગના 6kb માં દાખલ કરવામાં આવ્યો છે.