ગુજરાત

gujarat

ETV Bharat / state

Mahakal Lok Broken Statue: મહાકાલ લોકમાં પ્રતિમા બનાવનાર સુરતની કંપનીના માલિકે સપ્તઋષિ ખંડિત પ્રતિમા અંગે શું કહ્યું જાણો - સપ્તઋષિ ખંડિત પ્રતિમા અંગે શું કહ્યું જાણો

મહાકાલ કોરિડોરમાં જે સપ્તઋષિની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી તે રવિવારે આવેલા જોરદાર વાવાઝોડાના કારણે તૂટીને ખંડિત થઈ ગઈ હતી. સુરતની એમપી બાબરીયા એન્જિનિયર્સ એન્ડ સિવિલ કોન્ટ્રાક્ટર કંપની કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો હતો. મૂર્તિઓ તૂટી પડતા હવે ભ્રષ્ટાચારનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. બીજી બાજુ સુરતની કંપનીએ જણાવ્યું છે કે આ તમામ પ્રતિમા સ્થાપિત કરી દેવામાં આવી છે. વાવાઝોડાના કારણે ઘટના બની છે. આમાં કોઈ ભ્રષ્ટાચાર થયું નથી.

what-owner-of-the-surat-based-company-that-made-statue-in-mahakal-lok-broken-statue-of-saptarishi
what-owner-of-the-surat-based-company-that-made-statue-in-mahakal-lok-broken-statue-of-saptarishi

By

Published : Jun 1, 2023, 10:47 PM IST

સુરત:રવિવારે મધ્યપ્રદેશના અનેક શહેરોમાં તોફાની પવન સાથે વાવાઝોડા આવ્યો હતો. ખાસ ઉજ્જૈનમાં જે મહાકાલ કોરિડોર છે જેને લોકો મહાકાલ લોક તરીકે ઓળખે છે ત્યાં સ્થાપિત સપ્ત ઋષિઓની મૂર્તિમાંથી છ મૂર્તિઓ પડીને ખંડિત થઈ ગઈ હતી. ત્યારબાદથી જ આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ પ્રોજેક્ટ સુરતની એમ.પી બાબરીયા કંપનીને સોંપવામાં આવ્યું હતું. ગુજરાતની આ કંપની દ્વારા મહાકાલ લોક પ્રોજેક્ટ ને પૂરું પાડવામાં આવ્યો છે પરંતુ જે રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે તેને લઈ કંપની તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.

કંપની વર્ષ 2006 માં રજીસ્ટર:મહાકાલ કોરિડોર કુલ 856 કરોડનું છે. ફર્સ્ટ ફેઝને કુલ રૂપિયા 351 કરોડ રૂપિયામાં પૂર્ણ કરવામાં આવ્યો છે. જે કંપનીએ આ પ્રોજેક્ટ પૂરું પાડ્યું છે તે સુરતની છે અને એમપી બાબરીયાની હેડ ઓફિસ સુરતના નાના વરાછા વિસ્તાર ખાતે આવેલા સીમાડાના સહજાનંદ કોમ્પલેક્ષમાં છે. આ કંપની વર્ષ 2006 માં રજીસ્ટર થઈ હતી ડબલ એ ક્લાસને સ્પેશિયલ કેટેગરીની બિલ્ડીંગ કોન્ટેક્ટ માટે આ જાણીતી છે. આ કંપનીમાં ઓરિસ્સા ગુજરાત રાજસ્થાનના કારીગરો જોડાયા હતા કે જેઓએ કોરિડોર તૈયાર કર્યા છે. હાલ માં જ્યારે આ પ્રતિમાઓ ખંડિત થઈ ત્યારે સુરતના કારીગરો તેને બનાવવા માટે પહોંચ્યા હતા.

આ પ્રતિમાઓ એફઆરપીની છે:કંપનીના માલિક મનોજ બાબરીયાએ ETV Bharat સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે, ઉજ્જૈનમાં જે હાલમાં વાવાઝોડા ના કારણે સપ્તઋષિની સાત પ્રતિમાઓ માંથી છ પ્રતિમાઓ તૂટી પડી હતી. જે અમે મોટાભાગે સ્થાપિત કરી દીધી છે અને અમે સુરત થી કારીગરો પણ મોકલ્યા હતા. અમારી દ્વારા જે પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે તે ભૂકંપ રહિત છે. વાવાઝોડા સ્થિતિ સર્જાય ત્યારે માત્રા ની ખબર ન પડે. આ પ્રતિમાઓ એફઆરપીની છે જે લાઈટ વેટ હોય છે. ગુરુવારે મોટાભાગની પ્રતિમાઓ સ્થાપિત થઈ ગઈ છે. ભ્રષ્ટાચારનો પ્રશ્ન જ નથી આવતો કારણ કે જ્યારે આ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવનાર હતું તે પહેલા જ દિલ્હીની ટીમ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

  1. MP News : ઉજ્જૈન મહાકાલ લોકમાં વાવાઝોડાને કારણે સાત ઋષિની મૂર્તિઓ પડી ગઈ, જુઓ વીડિયો વાયરલ
  2. Mahakaleshwar Temple: વિરાટ અને અનુષ્કા બાબા મહાકલના દર્શને પહોંચ્યાં, ભગવાનને આ પ્રાર્થના કરી

ABOUT THE AUTHOR

...view details