- બારડોલી નગર અને ગામડાઓમાં ફરી એક વખત લોકડાઉન
- બારડોલીના દસ અને મહુવાના 6 ગામોમાં લોકડાઉન
- કોરોના સંક્રમણને રોકવા લેવાયો નિર્ણય
સુરતઃ જિલ્લામાં કોરોનાની સ્થિતિ હજી સુધી સુધરી નથી. જિલ્લાના બારડોલી શહેર અને તાલુકાના કેટલાક ગામમાં તો કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ રોજના અનેક કેસ સામે આવી રહ્યા છે. હોસ્પિટલ પણ ઉભરાય રહી છે. ત્યારે તંત્ર દ્વારા ફરી એક વખત વિકેન્ડ લોકડાઉનનો સહારો લેવામાં આવ્યો છે. વિકેન્ડ લોકડાઉનથી કોઈ ફરક પડતો ન હોવા છતાં સ્થાનિક તંત્ર કે નગરપાલિકા દ્વારા હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવતા કોરોના વકરી રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રહેશે
આ પરિસ્થિતી વચ્ચે તંત્ર દ્વારા બારડોલી શહેર ઉપરાંત તાલુકાનાં 10 ગામ અને મહુવા તાલુકાના 6 ગામમાં ફરી એક વખત વિકેન્ડ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકડાઉન 30 એપ્રિલ શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી 3 મે સોમવાર સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો અને બજારો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ બારડોલી શહેર અને તાલુકાના 7 ગામ તેમજ મહુવાના 6 ગામમાં વિકેન્ડ લોકડાઉન