ગુજરાત

gujarat

ETV Bharat / state

દિપવીરના લગ્નની પ્રથમ વર્ષગાંઠ: સુરતી ચાહકે શુભેચ્છા પાઠવવા બનાવી અનોખી રંગોળી - દીપિકા અને રણવીર સિંહની વર્ષગાંઠ

સુરત: એક વર્ષ પહેલા અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ લગ્નગ્રંથિમાં જોડાયા હતા. બંનેના ચાહકો તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. ત્યારે સુરતમાં દીપિકાના ચાહકે બંનેને શુભેચ્છા પાઠવવા એક સુંદર રંગોળી બનાવી છે.

દીપિકા અને રણવીરની પ્રથમ વર્ષગાંઠ પર સુરતી ચાહકે શુભેચ્છા પાઠવવા બનાવી રંગોળી

By

Published : Nov 14, 2019, 1:15 PM IST

દીપિકા અને રણવીર સિંહના લગ્નને આજે એક વર્ષ પૂર્ણ થઇ ગયુ છે. બંનેના ચાહકો આજે ખૂબ જ ખુશ છે. સુરત ખાતે રહેતા દીપિકા પાદુકોણના ચાહક કરણ જરીવાલાએ તેમની વેડિંગ એનિવર્સરીને ધ્યાનમાં રાખી ખાસ રંગોળી બનાવી છે. 3 x 4 ફિટની આ રંગોળી 24 કલાકની જહેમત બાદ તૈયાર કરવામાં આવી છે. જેમાં દીપિકા અને રણવીર બંનેની તસવીર જોવા મળે છે.

દીપિકા અને રણવીરની પ્રથમ વર્ષગાંઠ પર સુરતી ચાહકે શુભેચ્છા પાઠવવા બનાવી રંગોળી

આ રંગોળીમાં દેખાતી તસવીર દીપિકા અને રણવીરના રિસેપ્શનની છે. તસ્વીરની હુંબહુ નકલ આ રંગોલીમાં જોઈ કોઈ પણ કહી ન શકે કે આ રંગોળી છે. કરણ દીપિકાનો મોટો ચાહક છે. કારણ કે, જ્યારે પદ્માવતી ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે, હિન્દુ સંગઠન દ્વારા તેની રંગોળી ખરાબ કરી દેવામાં આવી હતી. આ ચર્ચા દેશભરમાં ચાલી હતી. દીપિકાએ પોતે આ મુદ્દો પોતાના ટ્વિટર હેન્ડલ પર ઉઠાવ્યો હતો. અત્યાર સુધી આ કલાકાર દીપિકાની 15થી વધુ રંગોળી બનાવી ચુક્યો છે.

કરણે જણાવ્યુ હતુ કે, તે દીપિકાનો હમેંશા થી ચાહક રહ્યો છે. આજે તેમની વેડિંગ એનિવર્સરીને ધ્યાનમાં રાખી શુભેચ્છા હેતુથી રંગોળી બનાવી છે. તેને ટ્વિટર પર પણ મૂકી મોકલી છે. કરણને અપેક્ષા છે કે, દીપિકા તેની આ રંગોળી જોશે અને તેને ખૂબ જ પસંદ આવશે.

ABOUT THE AUTHOR

...view details