ગુજરાત

gujarat

ETV Bharat / state

Weapons seized in Surat: તરુણની સ્કૂલ બેગમાંથી છરો અને તમંચો મળી આવ્યાં, તરુણ સહિત બેની ધરપકડ - સુરતમાં હથિયાર ઝડપાયા

સુરત ખટોદરા પોલીસે (Surat Khatodara Police)એક ઇસમ અને એક તરુણને દેશી તમંચો અને રેમ્બો છરા સાથે ઝડપી પાડ્યાં હતાં. તરુણની સ્કૂલ બેગ તપાસતા તેમાંથી તમંચો અને છરો(Shots and punches in the school bag )મળી આવ્યાં હતાં. આ મામલે પોલીસે એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Weapons seized in Surat: ખટોદરા પોલીસને તરુણના સ્કુલ બેગમાંથી છરો અને તમંચો મળી આવ્યા, તરુણ સહિત બેની ધરપકડ
Weapons seized in Surat: ખટોદરા પોલીસને તરુણના સ્કુલ બેગમાંથી છરો અને તમંચો મળી આવ્યા, તરુણ સહિત બેની ધરપકડ

By

Published : Feb 28, 2022, 3:12 PM IST

સુરતઃ શહેરના ખટોદરા પોલીસના પીએસઆઈ આર. એસ. પટેલના માર્ગદર્શનમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો(Surat Khatodara Police) તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જયરાજ સિંહ અંદુજી તથા ચેતન રમણલાલને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો દેશી તમંચા સાથે ફરી રહ્યા છે. બાતમીના આધારે ખટોદરા સોહમ સર્કલ પાસેથી પોલીસે ખટોદરા એસ.એમ.સી (Shots and punches in the school bag )આવાસ પાસે રહેતા જાવેદ જમીર શેખ અને એક તરુણને ઝડપી પાડ્યા હતાં.

બેગમાં ચોપડાને બદલે છરો અને તમંચો

ગ્રીષ્મા વેકરીયાની હત્યા બાદ સુરત પોલીસ એલર્ટ

પોલીસે તરુણ પાસે રહેલી સ્કુલ બેગમાં તપાસ(Weapons seized in Surat) કરતા તેમાંથી એક દેશી તમંચો તથા એક રેમ્બો છરો મળી આવ્યા હતા. જેથી પોલીસે તેઓની અટકાયત કરી કડક પૂછપરછ કરી હતી. જેમાં આ છરો અને તમંચોતેઓ ઉધના કર્મયોગી સોસાયટી પાસે રહેતા રાજ કિરપાલસિંગ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. વધુમાં ઝડપાયેલા તરુણની ઉમર માત્ર 16 વર્ષ છે અને તેણે ધો. 8 સુધીનો અભ્યાસ કર્યો છે. છેલ્લા બે વર્ષથી તેણે ભણવાનું છોડી દીધું છે. કોઈને શંકા જાય નહી તે માટે સ્કુલ બેગમાં છરો અને તમંચો રાખતા હતાં.

આ પણ વાંચોઃસુરત: નિયોલ ચેકપોસ્ટ પાસેથી દેશી તમંચા અને છરા સાથે એકની ધરપકડ

સ્કુલ બેગમાં ચોપડાને બદલે છરો અને તમંચો

ઉલ્લેખનીય છે કે સુરતના જિલ્લાના પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયાની હત્યા(Assassination of Grishma Vekaria)બાદ સુરત પોલીસ એલર્ટ છે. છરા અને ઘાતક હથીયારો લઈને ફરતા ઈસમો સામે કાર્યવાહી કરી રહી છે. ત્યારે એક તરુણની સ્કુલ બેગમાં ચોપડાને બદલે છરો અને તમંચો મળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે માતાપિતા ધ્યાન રાખે પોતાનો બાળક કઈ દિશામાં આગળ વધે છે. પોલીસ સાથે પરિવારની પણ જવાબદાર આવે છે.

આ પણ વાંચોઃવડોદરા પોલીસે એક તમંચો અને 5 જીવતા કારતૂસ સાથે એકની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details