ગુજરાત

gujarat

ETV Bharat / state

વેક્સિનના કારણે આપણે કોરોના સામે અમે જંગ લડીશુંઃ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી - Surat Corona vaccine news

સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોરોના રસી કોવિશિલ્ડના 93500 ડોઝ આજે સુરત રિજીનલ વેકસીન સ્ટોરમાં મુકવામાં આવશે. તે પહેલા તમામ અધિકારીઓ અને રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી પણ સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોર ખાતે પહોંચ્યા હતા.

xz
x

By

Published : Jan 13, 2021, 12:26 PM IST

Updated : Jan 13, 2021, 1:08 PM IST

  • કોરોના રસી કોવિશિલ્ડનો જથ્થો સુરત પહોંચશે
  • કોવિશિલ્ડના 93500 ડોઝ સુરત પહોંચશે
  • આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોર ખાતે પહોંચ્યા

સુરત: સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોરોના રસી કોવિશિલ્ડના 93500 ડોઝ આજે સુરત રિજીનલ વેકસીન સ્ટોરમાં મુકવામાં આવશે. તે પહેલા તમામ અધિકારીઓ અને રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી પણ સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોર ખાતે પહોંચ્યા હતા. જયાં વિધિવિધાન સાથે વેક્સિનના આગમનની તૈયારી કરવામાં આવી હતી. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે વેકસીનના કારણે કોરોના સામે અમે જંગ લડીશું.

આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, જ્યારથી કોરોનાની બીમારી આવી હતી ત્યારથી લોકોની અપેક્ષા આકાંક્ષા અને આશા હતી કે કોરોનાની વેક્સિન આવે. જેના માટે સંશોધન પણ દેશમાં ચાલી રહ્યું હતું. આજે અમે ખુશી અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વેક્સિન આવી અને આજે સુરતમાં આવી રહી છે.

આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી પણ સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોર ખાતે પહોંચ્યા હતા
સ્વદેશી વેક્સિનેશનના કારણે ગૌરવની લાગણીતેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌથી આનંદની વાત એ છે કે વેક્સિન જે આવી રહી છે. તે સ્વદેશી છે. જેના કારણે અમે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે અને કોરોનાને લઈ લોકોની અંદર જે ભય અને ડર હતો તેમાં લોકોને રાહત આપી રહ્યાં છીએ. વેક્સિનના કારણે હવે કોરોના સામે અમે જંગ લડીશું. કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે તે પ્રમાણે 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે.
Last Updated : Jan 13, 2021, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details