Surat News: નવી સિવિલમાં સારવાર સાથે વધુ એક બીમારી ફ્રી, સ્વચ્છતા શૂન્ય ને ગંદકીના ઘર સુરત:જયાં બીમારીથી છૂટકારો મેળવવા માટે જવાનું હોય ત્યાંથી જ તમને નવી બીમારી લાગુ પડી જાય તો? દવાખાને એટલા માટે જતા હોઇ કે ,આપણી બિમારીની દવા અને સારવાર મળે. પરંતુ સુરતની સિવિલમાં જાવ અને એક સાથે બીજી બે ફ્રિમાં બિમારી લેતા જાવ તેવી સ્થિતી જોવા મળી રહી છે. હોસ્પિટલમાં રોજના તાવ શરદી ખાંસી ના 135 થી વધુ કેસ આવી રહ્યા છે. સારવાર માટે આવનારા દર્દીઓની લાંબી કતાર પણ જોવા મળી રહી છે. જેને પગલે હોસ્પિટલ પ્રશાસને 50 બેડનો અલાયદો વોર્ડ બનાવી રાખ્યો છે. કિડની બિલ્ડિંગમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવસમાં સિવિલ હોસ્પિટલમાં તાવ અને મેલેરિયાના 416 કેસ આવ્યા છે.
49 દર્દી દાખલ:ઉલ્લેખનીય છેકે, ચોમાસાના આરંભે વિવિધ પ્રકારની બિમારીના કિસ્સા વધતા હોવાનું નોંધાઈ છે. જેમાં હાલના તબક્કે સિવિલ હોસ્પિટલમાં રોજના 135થી વધુ કેસ તાવના આવી રહ્યા હોય સિવિલ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં તાવ અને મેલેરિયાના 416 કેસ આવ્યા છે. ગત 1 જુલાઈના રોજ તાવના 153, તારીખ 3 જુલાઈએ 140, તારીખ 4 જુલાઈએ 141 કેસ આવ્યા છે. આજરીતે મેલેરીયા ના કેસો પણ નોંધાઈ રહ્યા છે.ત્યારે બીજી બાજુ સ્મીમેર હોસ્પિટલની વાત કરવામાં આવે તો ત્યાં પણ આજ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તારીખ 1 થી 4 જુલાઈ સુધી ડેન્ગ્યુના 26, મેલેરિયાના 39, ટાઈફોઈડના 29 અને ગેસ્ટ્રોના 49 દર્દી દાખલ થયા હતા.
ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાની દસ્તક આપી હોય તેવા દ્રશ્યો સુરત નવી સિવિલમાં સામે આવ્યા 400 થી 500 દર્દીઓની સારવાર:આખા દિવસમાં ઓપીડીમાં 400 થી 500 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના ઓપીડીના ઇન્ચાર્જ ડો.સંગીતા પરમારે જણાવ્યું હતું કે, હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે તેને કારણે તાવ શરદી ખાંસીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અને આખા દિવસમાં ઓપીડીમાં 400 થી 500 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે પાણી ભરાયા હોય કાં તો અન્ય કોઈ રીતે આવી રહ્યા છે તેમાં ખાસ કરીને તાવ, શરદી, ખાસી, મલેરિયાના વધુ દર્દીઓ આવી રહ્યા છે. નોર્મલ ડાયાબિટીસવાળા દર્દીઓ રેગ્યુલર છે. કોલેરા વાળા દર્દીઓ હજી સુધી કોઈ આવ્યું નથી પરંતુ હાલ તો તાવ, શરદી, ખાસી, મલેરિયાના વધુ દર્દીઓ જોવા મળી રહ્યા છે.
ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાની દસ્તક આપી હોય તેવા દ્રશ્યો સુરત નવી સિવિલમાં સામે આવ્યા પાણીના કારણે બીમાર:નવી કિડની બિલ્ડીંગની બહાર જ છેલ્લા 5 દિવસ પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકા હાલ સમગ્ર શહેરમાં જે સ્થળોએ પાણી ભરયા હોય ત્યાં દવાઓને છટકાવ કરી રહી છે.ત્યારે નવી સિવિલ હોસ્પિટલની નવી કિડની બિલ્ડીંગની બહાર જ છેલ્લા 5 દિવસ પાણી ભરાયા છે. અને આ પાણીના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આજ પાણી ભરાઈ રહેવાના કારણે તેમાં મચ્છરો નું બિલ્ડીંગ થઈ શકે એવું કહી શકાય છે પરંતુ હજી આ પાણી આજદિન સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી. હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવી રહ્યા હોય અને તેઓને જ પાણીના કારણે બીમાર થઇ શકે તેવું કહી શકાય છે.
ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાની દસ્તક આપી હોય તેવા દ્રશ્યો સુરત નવી સિવિલમાં સામે આવ્યા તબીબોએ તેને મૃત ઘોષિત:ત્રણેક દિવસથી તાવથી પીડાતા 23 વર્ષીય યુવકનું મોત થયું છે. બીજી બાજુ શહેરના સરથાણાના વિસ્તારમાં છેલ્લા ત્રણેક દિવસથી તાવથી પીડાતા બિહારી યુવકનું મોત નીપજ્યું હતું. મૂળ બિહારનો વતની 23 વર્ષીય મોહમદ અરબાઝ આલમ સરથાણા ગઢપુર રોડ પર નિર્માણાધીન શિવાંતા આઈકોનમાં મજૂરી કામ કરી ત્યાં જ રહેતો હતો. દરમિયાન મંગળવારે સાંજે અચાનક તાવ આવતા તને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.
- Surat News : સુરતમાં પાણીજન્ય રોગચાળો વધ્યો, સુરત મનપાએ લીધું એક્શન
- Monsoon 2023 : ચોમાસાનું આગમન થતાં અમદાવાદ શહેરમાં રોગચાળો વઘ્યો, ઝાડા ઉલટીના કેસ 600ને પાર