સુરત મહાનગરપાલિકા એક તરફ સેવ વોટર અને સેવ લાઈફનું લોકસૂત્ર ચલાવી રહી છે ત્યાં બીજી તરફ તંત્રની લાલિયાવાડીના કારણે હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વ્યય થઈ રહ્યો છે. ખટોદરામાં આવેલાં જળવિતરણ મથક બહાર શિયાળામાં ચોમાસાની સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, મથક બહાર રસ્તા પર મોટાપ્રમાણમાં પાણી બગાડ થઈ રહ્યો છે. જે અંગે સ્થાનિકોએ અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
સુરત પાલિકાની બેદરકારીના કારણે હજારો લીટર પાણી વેડફાયું
સુરતઃ શહેરના ખટોદરા વિસ્તારમાં જળવિતરણ મથક બહાર મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા હતો. પરીણામે તંત્રને કામગીરી કરવાની ફરજ પડી હતી.
સુરત
સ્થાનિકોની ઉગ્ર રજૂઆતના પગલે તંત્રને કામગીરી કરવાની ફરજ પડી હતી.ત્યારે સ્થાનિકોએ તેમના પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેની સાથે મહાનગરપાલિકાના અધિકારીએ લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, "નવી પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવશે."