ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં અનરાધાર વરસાદ, ખાડીપૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા

સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાની તોફાની ઈનિંગના પગલે આવેલા ખાડીપૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ સુધીના પાણી ભરાઇ જવાની સ્થિતિ સર્જાઇ હતી. કોયલી ખાડી, મીઠી ખાડી અને બમરોલી ખાડીમાં ખાડીપૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા કાચા મકાનો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના કારણે હાલાકી ભોગવી રહેલા સામાન્ય ગરીબ વર્ગના લોકોએ તાત્કાલિક ધોરણે ઘરનો સામાન અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.

surat
સુરત

By

Published : Aug 14, 2020, 12:09 PM IST

સુરત : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાની તોફાની ઈનિંગના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ રહી છે. જિલ્લામાં પણ વરસાદની એકધારી ઇનિંગ ચાલુ રહેતા સુરતમાં ખાડીપૂર આવ્યા છે. જેમાં કોયલી ખાડી નજીક આવેલ વિસ્તારોમા ખાડીના પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

સુરતમાં ખાડીપૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ સુધીના પાણી

જેમાં પર્વત ગામ ખાતે આવેલ કોયલી ખાડીમાં પૂર આવતા સમગ્ર વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યાં હતા. જ્યાં સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી હતી. જેમાં લોકોના કાંચા મકાનો ખાડીપૂરના પાણીમાં ગરકાવ થતાં લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત થવાની ફરજ પડી હતી. જ્યારે નોકરી ધંધાએ જવા નીકળેલા લોકોને ગળા સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details