ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં કોરોનાના સંક્રમણને લઈને મનપા દ્વારા વોર રૂમ શરુ કરાયું

સુરત શહેરમાં કોરોનાના સંક્રમણને લઈને મનપા દ્વારા વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર રૂમ થકી ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થઇ રહી છે. મનપા કમિશ્નરે આ વોર રૂમની મુલાકાત લઈને થઇ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યો છે.

By

Published : May 9, 2021, 9:06 AM IST

મનપા દ્વારા વોર રૂમ શરુ કરાયું
મનપા દ્વારા વોર રૂમ શરુ કરાયું

  • સુરતમાં રૂસ્તમપુરા ખાતે આ વોર રૂમ કાર્યરત
  • વોર રૂમ થકી ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થઇ રહી
  • કોમ્બિંગ સહિતની કામગીરી અહીંથી કરવામાં આવે

સુરત : શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. આ ઉપરાંત સંક્રમણ પણ વધી રહ્યું હતું. જેને લઈને સંક્રમણ કાબૂમાં લેવા મનપા દ્વારા એક નવી રીત અપનાવીને વોર રૂમ શરુ કરવામાં આવ્યો છે. સુરતના રૂસ્તમપુરા ખાતે આ વોર રૂમ કાર્યરત છે. જેની મનપા કમિશ્નરે મુલાકાત લીધી હતી. અને આ વોર રૂમ થકી થઇ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.

વોર રૂમ થકી ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થઇ રહી

મનપા કમિશ્નરે જણાવ્યું હતું કે, આ વોર રૂમ થકી ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થઇ રહી છે. આ ઉપરાંત અહીંથી ધનવંતરી રથ, સજીવની રથ અને ક્યાં વિસ્તારમાં કેટલા કેસો આવે છે અને કારણ શું છે તેની માહિતી એકત્ર કરવામાં આવે છે. અને ત્યાં ટેસ્ટીંગ સઘન કરવામાં આવે છે. આ ઉપરાંત કોમ્બિંગ સહિતની કામગીરી અહીંથી કરવામાં આવી રહી છે.

મનપા દ્વારા વોર રૂમ શરુ કરાયું
આ પણ વાંચો : સુરતમાં આઈસોલેશન સંગીત પ્રોગ્રામમાં 13 વર્ષીય નન્હે ઉસ્તાદની સાથે દર્દીઓ ઝૂમી ઉઠ્યા104માં 260 જેટલા કોલ આવતા તે ઘટીને 60 થયામનપા કમિશ્નરે જણાવ્યું હતું કે, ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. પરંતુ લોકોને એટલી જ તકેદારી રાખવી પણ જરૂરી છે. હાલમાં ઓક્સિજનની જરૂરિયાત ઘટી છે. પહેલા 104માં 260 જેટલા કોલ આવતા હતા તે ઘટીને 60 થયા છે. સુરતમાં હાલમાં 257 જેટલા ધનવંતરી રથ કાર્યરત છે. જયારે 250 જેટલા સંજીવની રથ કાર્યરત છે. આ પણ વાંચો : જૈન સાધુ-સાધ્વીઓ માટે પણ કોવિડ કેર સેન્ટર કરાયું શરુ30 હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુંમનપા કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 25 ટકા ઓક્સિજન બેડ ઓક્યુપાઈડ છે અને 75 ટકા બેડ ખાલી છે. શહેરમાં 43 ટકા બેડ ઓક્યુપેનસી છે. 47 ટકા બેડ ખાલી છે. આ ઉપરાંત દરરોજ 30 હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details