સરેઆમ આશાસ્પદ યુવકની ચકચારી હત્યા સુરત : શહેરના પુણાગામ વિસ્તારમાં વોન્ટેડ બુટલેગરે એક યુવાનની સરેઆમ હત્યા કરી નાખી છે. આરોપી દુર્ગેશ લિસ્ટેડ બુટલેગર છે અને લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના વોન્ટેડ છે. પૈસાની લેતી દેતીમાં એક યુવાનની કરપીણ હત્યા કરી નાખી હતી. આ સમગ્ર મામલે પુણા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. લિંબાયતમાં આરોપી દુર્ગેશની ગુંડાગર્દીથી ચકચાર મચી જવા પામી હતી. તે છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો.
હિચકારો હુમલો : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર તારીખ 24 જુલાઈના રોજ વિજય રબારી પોતાના મિત્ર સાથે રસ્તા પર ઉભો હતો. ત્યાં અચાનક જ એકટીવા પર આવેલા કેટલાક ઈસમો દ્વારા તેને શરીરના ભાગે છરીના ઘા માર્યા હતા. આ અંગેની જાણ વિજય રબારીના પરિવારને કરવામાં આવી હતી. પરિવારના સભ્યોએ પુણાગામ પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ પણ દાખલ કરી હતી. સારવાર દરમિયાન વિજય રબારીનું મોત નીપજ્યું હતું.
આ કામના આરોપીઓએ પૈસાની લેતી દેતી બાબતે અચાનક આવીને પહેલા બોલાચાલી કરી હતી. ત્યારબાદ લાકડાના ફટકા અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પાંચ આરોપીઓ પૈકી એક આરોપીએ મૃતક યુવકને ઉછીના પૈસા આપ્યા હતા. મૃતક વ્યક્તિએ પૈસા આપવાની ના પાડતા વિવાદ વધ્યો હતો. તેના કારણે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.-- પી.કે. પટેલ (ACP, સુરત પોલીસ)
સારવારમાં મોત :પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ યુવક પર લિસ્ટેડ બુટલેગર દુર્ગેશ અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ વિજય ઉપર લાકડાથી હુમલો કર્યો હતો અને ચાકુના ઘા પણ માર્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિજયનું મોત નીપજ્યું હતું.
હત્યારો લિસ્ટેડ બુટલેગર :પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી દુર્ગેશ લિસ્ટેડ બુટલેગર છે. એટલું જ નહીં ઓરિસ્સાના એક હત્યા કેસમાં પણ તે સંડોવાયેલ છે. સુરત શહેરના લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા હુમલાના કેસમાં પણ તે વોન્ટેડ હતો. પૈસાની લેતી દેતી મામલે દુર્ગેશ અને વિજય વચ્ચે માથાકૂટ થઈ હતી. આ વાતની અદાવત રાખી દુર્ગેશ અને તેના માણસોએ વિજયને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ફરીયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપી દુર્ગેશ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. જોકે પોલીસ દુર્ગેશના ગુનાહિત ઇતિહાસ વિશે જણાવી રહી નથી.
હત્યારા ઝડપાયા : ACP પી.કે.પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં ક્રિષ્ના સર્કલ પાસે એક વ્યક્તિ પર એક્ટીવા પર આવેલા બે ઈસમોએ લાકડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, મરનાર વ્યક્તિ પોતાના મિત્રો સાથે ઉભા હતા. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેથી હત્યાની ફરિયાદ પુણા પોલીસ મથકમાં નોંધાવી હતી. ફરિયાદ બાદ તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.
- Surat Vegetable Thief : સાવધાન ! સુરતમાં શાકભાજી ચોરનો ત્રાસ યથાવત, લાખો રુપિયાનું લસણ ચોરાયું
- Surat Crime News : સ્કૂલ-કોલેજમાં ચોરી કરતી તમિલનાડુની કુખ્યાત શેલમ ગેંગ