ગુજરાત

gujarat

ETV Bharat / state

આંતરરાજ્ય ગાંજાના નેટવર્કનો વોન્ટેડ આરોપી 2 દેશી તમંચા અને 13 જીવતા કારતૂસ સાથે ઝડપાયો - ગુનામાં સંડોવાયેલા

આંતરરાજ્ય ગાંજાના નેટવર્ક ધરાવતા વોંટેડ આરોપીને કડોદરા પોલીસે 2 દેશી તમંચા અને 13 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલો આરોપી કામરેજ તેમજ મહારાષ્ટ્રના કલ્યાણ પોલીસ સ્ટેશનના નાર્કોટીક્સના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો. પકડાયેલા આરોપી પાસેથી કડોદરા પોલીસે કુલ 16500નો મુદ્દામાલ કબજે કરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આંતરરાજ્ય ગાંજાના નેટવર્કનો વોન્ટેડ આરોપી 2 દેશી તમંચા અને 13 જીવતા કારતૂસ સાથે ઝડપાયો
આંતરરાજ્ય ગાંજાના નેટવર્કનો વોન્ટેડ આરોપી 2 દેશી તમંચા અને 13 જીવતા કારતૂસ સાથે ઝડપાયો

By

Published : May 10, 2021, 10:02 PM IST

  • 9 માસ પહેલા કામરેજના શેખપુર ગામથી પકડાયો હતો ગાંજો
  • આરોપી પાસેથી 16500નો મુદ્દામાલ કબજે કર્યો
  • મહારાષ્ટ્રના કલ્યાણ પોલીસ સ્ટેશનમાં પણ હતો વોન્ટેડ

બારડોલી:આંતરરાજ્ય ગાંજાનું નેટવર્ક ચલાવતા વોન્ટેડ આરોપીને 2 દેશી તમંચા અને 13 જીવતા કારતૂસ સાથે સુરત જિલ્લાની કડોદરા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી કુલ 16500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપી કામરેજ તેમજ મહારાષ્ટ્રના કલ્યાણ પોલીસ સ્ટેશનના નાર્કોટીક્સના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો.

આંતરરાજ્ય ગાંજાના નેટવર્કનો વોન્ટેડ આરોપી 2 દેશી તમંચા અને 13 જીવતા કારતૂસ સાથે ઝડપાયો

આ પણ વાંચો:ગાંજા પર પોલીસનો પંજો, ખેતરમાં વાવેલા 829 કિલો ગાંજા સાથે 1ની ધરપકડ

કામરેજના શેખપુર ગામથી 5.24 લાખનો ગાંજો પકડાયો હતો

સુરત RR સેલ તેમજ SOG પોલીસની ટીમે 9 માસ અગાઉ એટલે કે ગત 8મી ઓગસ્ટ 2020ના રોજ કામરેજ તાલુકાના શેખપુર ગામની સીમમાં હરિદર્શન સોસાયટી વિભાગ-ડી મકાન નંબર 16નો ઉપયોગ કરનાર તેમજ એક ટેમ્પો નંબર GH-05-CT-2970ના માલિકે એકબીજાની મદદગારી કરી ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો મકાનમાં તેમજ ટેમ્પામાં સંતાડયો હોવાની બાતમી આધારે રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી કુલ 5,24,652 રૂપિયાનો 87.442 કિલોગ્રામ ગાંજો તથા 2 લાખના રૂપિયાના ટેમ્પો મળી કુલ 7,24,652 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન ટેમ્પો માલિક ઈશિતા સાહા તથા તેનો પતિ રાજેશ રાવ ઉર્ફે રાજેશ ભાઉની સંડોવણી બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આંતરરાજ્ય ગાંજાના નેટવર્કનો વોન્ટેડ આરોપી 2 દેશી તમંચા અને 13 જીવતા કારતૂસ સાથે ઝડપાયો

મહાત્મા ફુલે ચોક પોલીસે પણ માર્ચ મહિનામાં ગાંજો પકડ્યો હતો

ત્યારબાદ, ગત 4મી માર્ચ 2021ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના ઠાણે જિલ્લાના મહાત્મા ફુલે ચોક પોલીસે બાતમી આધારે ક્વાલિસ કાર નંબર MH-04-BK-4067 માંથી 14.84 લાખની કિંમતનો 98.94 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. તેમાં તપાસ દરમિયાન બીજા 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ગુનામાં પણ રાજેશ રાવ ઉર્ફે રાજેશ ભાઉ વોન્ટેડ હતો.

આ પણ વાંચો:સુરત જિલ્લા SOGએ 5.49 લાખના ગાંજા સાથે બસ ચાલકને ઝડપી પાડ્યો

કડોદરા પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો

કડોદરા PI બ્રહ્મભટ્ટ તેમજ PSI કે.કે.સુરતી તેમની ટીમ સાથે આ વોન્ટેડ આરોપીને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમને ખાનગી રાહે બાતમી મળતા કડોદરા પોલીસની ટીમે કડોદરા બસ સ્ટેન્ડ નજીક સુરત જતાં રોડ ઉપર પહોંચી નાર્કોટીક્સના ગુનામાં વોન્ટેડ આરોપી રાજેશ રાવ ઉર્ફે રાજેશ ભાઉ દિલિપ રાવને દબોચી લીધો હતો.

આંતરરાજ્ય ગાંજાના નેટવર્કનો વોન્ટેડ આરોપી 2 દેશી તમંચા અને 13 જીવતા કારતૂસ સાથે ઝડપાયો

2 પિસ્તોલ અને 13 જીવતા કારતૂસ મળી આવ્યા

તેની પાસેથી પોલીસે 2 દેશી પિસ્તોલ તેમજ 13 જીવતા કારતૂસ તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 16500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીનો કબજો કામરેજ તેમજ ઠાણે જિલ્લાના મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરી છે. જ્યારે, આ આર્મ એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપી સુનિલકુમાર ઉર્ફે સોનું માલ્યા અશ્વિનીકુમાર બેહેરુકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details