- સોમવારથી સમગ્ર રાજ્યમાં વોક ઇન વેક્સિનેશન( Walk in Vaccination )શરૂ
- ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં
- બાબેન ગામથી કરવામાં આવ્યો વોક ઇન વેક્સિનેશન(Walk in Vaccination)પ્રારંભ
સુરત : રાજ્યમાં સોમવારથી સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી. સુરત જિલ્લાના બારડોલી નગર અને તાલુકામાં પણ વોક ઇન વેક્સિનેશન કાર્યક્રમ (Walk in Vaccination Campaign ) શરૂ કરવામાં આવ્યો છે. બારડોલી તાલુકાના બાબેન ગામથી શરૂ થયેલાવોક ઇન વેક્સિનેશન સેન્ટર (Walk in Vaccination center )નીકેન્દ્ર કેબિનેટ પ્રધાન ઇશ્વર પરમારે મુલાકાત લીધી હતી. સમગ્ર પ્રક્રિયા ઝડપી બને અને વધુમાં વધુ લોકોને લાભ લે તેવી અપીલ કેબિનેટ પ્રધાન ઇશ્વર પરમાર દ્વારા કરવામાં આવી છે. બારડોલી શહેર અને તાલુકા સહિત કુલ 22 કેન્દ્રો પર વોક ઇન વેક્સિનેશન કાર્યક્રમ (Walk in Vaccination Campaign )શરૂ કરવામાં આવ્યું છે.
બારડોલી તાલુકામાં 45વર્ષથી વધુ ઉંમરના 29,000 લોકોને અપાઇ રસી
21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ નીમિત્તે શરૂ થયેલા વોક ઇન વેક્સિનેશન કાર્યક્રમમાં બારડોલીનું તંત્ર કામે લાગ્યું છે. બારડોલી નગર અને તાલુકામાં 45 વર્ષથી વધુ ઉંમરના 61 હજારથી વધુ વ્યક્તિઓનો ટાર્ગેટ રાખવામાં આવ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં 29,000થી વધુ લોકોનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે બાબેન ગામમાં 45 વર્ષથી ઉપરની વ્યક્તિઓમાં 100 ટકા કામગીરી કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.