ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: 11 મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા વદેશીયા ગામના વિકાસમાં બ્રેક - માંડવી તાલુકાનું વદેશિયા ગામ

સુરતમાં આવેલા માંડવી તાલુકાનું વદેશિયા ગામોમાં 11 મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા વદેશીયા ગામનો વિકાસ અટકી ગયો છે. એવું ગામના લોકો કહે છે. ગામ લોકોએ ગ્રામજનો પડી રહેલી હાલાકીની જાણ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવતા માંડવી તાલુકા વિકાસ અધિકારીને કરતા તેમણે DDO ને રજૂઆત કરી છે.

Etv11 મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા વદેશીયા ગામનો વિકાસ અટકી ગયો Bharat
11 મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા વદેશીયા ગામનો વિકાસ અટકી ગયો

By

Published : Feb 8, 2023, 2:24 PM IST

Updated : Feb 9, 2023, 2:04 PM IST

Surat News: 11 મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા વદેશીયા ગામના વિકાસમાં બ્રેક

સુરત: માંડવી તાલુકાનું વદેશિયા ગામનો વિકાસ અટકી ગયો છે. છેલ્લા 11 મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા ગ્રામજનોને વહીવટી કામમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તાત્કાલિક ચૂંટણી થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

વદેશિયા ગામનો વિકાસ:2300થી વધુ વસ્તી ધરાવતા સુરત જિલ્લાના માંડવી તાલુકાના વદેશિયા ગામનો વિકાસ હાલ અટકી ગયો છે. છેલ્લા 11 મહિનાથી ગામના સરપંચ ન હોવાથી ધણી વગરનું ગામ વદેશિયા બની ગયું છે. સરપંચનો ચાર્જ કોઈ પાસે ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. હાલ ગ્રામજનો વહીવટી કામ પણ અટકી પડ્યા છે. રોડ,રસ્તા,પાણી,સ્ટ્રીટ લાઈટના કામો હાલ અટકી ગયા છે. ગ્રામજનોને પડતી હાલાકીને લઈને કોને કહેવું એ સૂઝતું નથી. આવું અહીં રહેતા ગામના લોકો કહી રહ્યા છે.

આ પણ વાંચો Maharudra Yajna: વિશ્વ બંધુત્વની સ્થાપના કરવા માટે મહારુદ્ર યજ્ઞ થશે, બ્રિટિનના મહેમાન રહેશે હાજર

ગ્રામ પંચાયત બની:વદેશિયા ગામ પહેલા નૌગામાં ગ્રામ જૂથ ગ્રામ પંચાયતમાં સમાવેશ હતું. વર્ષ 2017માં વદેશિયા અલગ થયું અને વદેશિયા ગ્રામ પંચાયત બની. વર્ષ 2017માં પ્રથમ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કંકા બેન ચૌધરી સરપંચ બન્યા. વદેશિયા એક પછી વિકાસની હરણફાળ ભરતું ગયું. પાંચ વર્ષ પૂર્ણ થતા સરપંચ કકાબેન ચૌધરી નો કાર્યકાળ પૂરો થયો, ગામના પુર્વ સરપંચ કંકા બહેનએ જણાવ્યું હતું કે આજે પણ લોકોને પંચાયતનું કામ હોય તો મારા ઘરે જ આવે છે.પણ હવે મારી પાસે કંઈ કે સતા ન હોવાથી તેઓ મદદ કરી શકતી નથી,અને તેઓ નિરાશ થઈને જાય છે.

11 મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા વદેશીયા ગામનો વિકાસ અટકી ગયો

આ પણ વાંચો JEE Mains Exam Result: સુરતનું ચોંકાવનારું પરિણામ, 99.99 ટકા સાથે નિશ્ચય અગ્રવાલ સિટી ટોપર

અઠવાડિયામાં એકવાર મુલાકાત:ગામના અરજદારોને હાલાકી ન પડે તે માટે સરકાર દ્વારા વહીવટદારની નિમણુક કરવામાં આવી છે. વહીવટદાર પાસે આગાઉ થી બે ત્રણ ગામનો ચાર્જ હોવાથી તેઓ ગામને પૂરતો સમય ફાળવી શકતા નથી. જેને લઇને ગ્રામજનો પંચાયત પર ધક્કા ખાઈ રહ્યા છે. જેથી અવાર નવાર વહીવટદારને ગ્રામજનોના રોષનો ભોગ બનવું પડે છે. ગ્રામ પંચાયતના તલાટી પાસે પણ અન્ય ગ્રામ પંચાયતોનો ચાર્જ છે. જેથી તેઓ પણ અઠવાડિયામાં એક વાર ગ્રામપંચાયત પર આવે છે.

રજૂઆત કરાઈ:ગ્રામજનો પડી રહેલી હાલાકીની જાણ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવતા માંડવી તાલુકા વિકાસ અધિકારી ડી.એમ.મહાકાલ દ્વારા DDO ને રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનો બને તેટલી વહેલી ચૂંટણી થાય તેવી માંગ કરી રહ્યા છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના વદેશીયા ગામના યુવાનોની ગ્રીન ટીમ દ્વારા કરેલા કામોથી સુરત જિલ્લાએ એક અલગ જ ઓળખાણ ઉભી કરી છે.

આવા પ્રયાસઃ ગ્રીન ટીમ દ્વારા પોતાનું ગામ કઈ રીતે હરિયાળું બને તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વેસ્ટ વસ્તુઓ ભેગી કરી તેને બેસ્ટ વસ્તુ બનાવી તેનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રીન ટીમ દ્વારા ગામને સ્માર્ટ સીટી બનાવાની સાથે સાંસ્કૃતિની જાળવણી અને પર્યાવરણનું પણ સંભાળ રાખવામાં આવી રહી છે.

Last Updated : Feb 9, 2023, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details