- એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીઓમાં થાય છે બારડોલી સુગર ફેક્ટરીની ગણના
- 13 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન
- સહકાર પેનલ અને કિસાન પેનલ વચ્ચે જંગ
બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે મતદાન શરૂ
શ્રી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ એટલે કે બારડોલી સુગર ફેકટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે શનિવારે મતદાન શરૂ થયું છે. કુલ 4610 સભાસદો 13 બેઠકો પર મતદાન કરી રહ્યા છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.
સુરત (બારડોલી) : એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ રમણ પટેલની સહકાર પેનલ અને મુકેશ પટેલની કિસાન પેનલ વચ્ચે ચૂંટણી લડાઈ રહી છે. કુલ 15 બેઠકો પૈકી અનુસૂચિત જાતિ/જનજાતિ અનામત પર સહકાર પેનલમાંથી રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમાર અને બિન ઉત્પાદક મંડળીઓની બેઠક પર સહકાર પેનલના અનિલ પટેલ બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે 13 બેઠકો માટે ત્રણ મતદાન કેન્દ્રો પર શનિવારે મતદાન યોજાઇ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેમાં કુલ 4610 ઉત્પાદક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.