નિવૃત્ત મહિલા મામલતદાર જાગૃતિ હવેલીવાળાનું નામ સુરત લોકસભાની મતદાર યાદીમાંથી ગાયબ છે. મતદાન કરવા માટે જ્યારે તેઓ મતદાન મથકે પહોંચ્યા ત્યારે મતદાર યાદીમાં નામ ન હોવાના કારણે નિવૃત મહિલા મામલતદાર જાગૃતિ હવેલીવાળા મતદાન કરવાથી વંચિત રહ્યા હતા.
મતદાર યાદીમાંથી નામ ગાયબ થતા નિવૃત્ત મહિલા મામલતદાર નિરાશ
સુરત: એક સમયે અનેક ચૂંટણીની કામગીરીઓ કરેલા મહિલા મામલતદારને સરકારી તંત્રનો આજે કડવો અનુભવ થયો છે. નિવૃતિ બાદ જ્યારે આ મહિલા મામલતદાર મતદાન કરવા જાય છે, ત્યારે તેમનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થઇ ગયું હોવાનું જાણવા મળે છે. જેથી મત આપવા આવેલા પૂર્વ ડેપ્યુટી મહિલા મામલતદારન નિરાશ થયા હતા.
નિવૃત્ત મહિલા મામલતદાર
લાલ દરવાજા ખાતે આવેલ મતદાન મથક પર તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં મતદાર યાદીમાંથી નામ જ ગાયબ હોવાથી તેઓ મતદાનથી વંચિત રહી ગયા.જે બાદ જાણવા મળ્યું કે અસંખ્ય લોકોના મતદાત યાદીમાંથી નામો ગાયબ હતા.