ગુજરાત

gujarat

ETV Bharat / state

Vocal for Local : દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે 'વોકલ ફોર લોકલ', ગૃહ રાજ્યપ્રધાન વેચશે દિવડા - દિવ્યાંગજનોની દિવાળી

દિવ્યાંગોને આર્થિક આધાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અનોખી પહેલ કરી છે. આગામી 10 નવેમ્બરના રોજ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુરત કાર્યાલય બહાર દિવ્યાંગ બાળકો દ્વારા નિર્મિત માટીના દિવડાઓનું વેચાણ કરશે.

Vocal for Local
Vocal for Local

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 3:25 PM IST

Updated : Nov 8, 2023, 5:23 PM IST

સુરત :વોકલ ફોર લોકલનો સંકલ્પ સાકાર થાય અને દિવ્યાંગજનોના આર્થિક સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અનોખી પહેલ કરી છે. આગામી 10 નવેમ્બરના રોજ ગૃહ રાજ્યપ્રધાન સુરત કાર્યાલય બહાર દિવ્યાંગ બાળકો દ્વારા નિર્મિત માટીના દિવડાઓનું વેચાણ કરશે.

દિવ્યાંગોએ બનાવ્યા દિવડા : આ માટીના દિવડા પર દિવ્યાંગોએ સ્વહસ્તે અવનવું કલાત્મક પેઈન્ટીંગ કર્યું છે. દિવડા પર કલાત્મક ચિત્રણથી તેની સુંદરતા વધતા તે અન્ય દિવાથી અલગ તરી આવે છે. દિવાના વેચાણથી થયેલી આવક આ દિવ્યાંગ બાળકોને અર્પણ કરાશે. આ સ્થાનિક દિવ્યાંગ બાળકો દ્વારા નિર્મિત માટીના દિવડાઓમાં તેમની મહેનતની સાથે આકર્ષક ચિત્રકલાનો પણ સમન્વય જોવા મળે છે. આ પ્રોત્સાહન રૂપ પહેલથી દિવ્યાંગજનોની દિવાળી ઉજાસમય બનશે.

હર્ષ સંઘવીની વિશેષ પહેલ : આ અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી 10 નવેમ્બરના રોજ સવારે 11:00 કલાકથી મારા કાર્યાલય પાસે દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરાયેલ દિવાઓનો સ્ટોલ લાગશે. આ બાળકો દ્વારા ખૂબ મહેનત કરીને બનાવાયેલા આ દિવા ખરીદીને આપણા ઘરને અને એમની દિવાળીને રોશન કરીએ.

જનતા જોગ અપીલ : હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, દિવાળી પર દિવાની ખરીદીનો તો મહિમા હોય જ છે, પરંતુ અહીં દિવ્યાંગ બાળકો દ્વારા એમની કલા અને પુરુષાર્થથી રંગાયેલા દિવાનો મહિમા છે. આ કલાકારોને પ્રોત્સાહિત કરવાનો આ એક માનવીય સદ્દભાવ છે, ત્યારે વધુમાં વધુ દિવાઓ ખરીદીને દિવ્યાંગ બાળકોની મહેનતને સહયોગ આપવા શહેરીજનોને તેમણે અનુરોધ કર્યો હતો.

  1. Navratri 2024 : નવસારીમાં દિવ્યાંગોએ ગરબાની રમઝટ બોલાવી, સાંઈ દાંડિયા ગ્રુપની પહેલ બની આકર્ષણનું કેન્દ્ર
  2. માનસિક દિવ્યાંગ બાળકોએ રોશની ફેલાવી જમાવ્યું આકર્ષણ
Last Updated : Nov 8, 2023, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details