- VNSGU સેનેટ સભ્યો દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
- PHDના પ્રપોઝલ માટે તારીખ લંબાવામાં આવે તેવી માગ
- વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવા પડશે
સુરતઃવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં ગઈકાલે 26 મેને બુધવારના રોજ યુનિવર્સિટીના કુલપતિનાં અધ્યક્ષતામાં એક બેઠક કરવામાં આવી હતી. તેમાં યુનિવર્સિટીના સેનેટ સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમાં સેનેટ સભ્ય કનુ ભરવાડ દ્વારા યુનિવર્સિટીએ માંગણી કરવામાં આવી હતી કે PHDના વિદ્યાર્થીઓને વધુ 15 દિવસનો સમય આપવામાં આવે. તે સમય દરમિયાન યુનિવર્સિટી દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દે વિચાર વિમર્શ કર્યા બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.
VNSGU extends date for PHD proposal આ પણ વાંચોઃ VNSGUમાં NSUI દ્વારા ઓનલાઇન ક્લાસિસ ચાલુ કરવાની કરાઈ માગ
VNSGU દ્વારા PHDનું પ્રપોઝલની તારીખ 10 જૂન સુધી લાંબાવામાં આવી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજ 27 મેના રોજ પરીક્ષા મુદ્દે બેઠક કરવામાં આવી હતી. પરીક્ષા અંગે નિર્ણય લેવા બાદ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા એમ પણ નિર્ણય લેવામાં આવ્યો કે યુનિવર્સિટીના સેનેટ સભ્યો દ્વારા જે PHDની તારીખ લંબાવવાની માગણી કરવામાં આવી હતી. તે બાબત ઉપર વિદ્યાર્થીઓના હિત માટે હવેથી PHDના પ્રપોઝલ માટે વિદ્યાર્થીઓને હાલની પસ્થિતિને જોઇને 10 જૂન સુધી લાંબાવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ અલગ-અલગ વિષયો ઉપર PHDમાં હિન્દી, સંસ્કૃત, હિસ્ટ્રી, સાયકોલોજી વગેરેનાં જે એસાઈમેન્ટ, વાઇવા વગેરે બનાવ્યા છે. તે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી આવીને પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી દેવું પડશે.
આ પણ વાંચોઃ VNSGUના કુલપતિ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે, 29 મેંએ ઓનલાઈન જોડાશે
આ મુદે યુનિવર્સિટીના રજીસ્ટર ઇન્ચાર્જ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે.
PHDનાં પ્રપોઝલ મુદે યુનિવર્સિટીના રજીસ્ટર ઇન્ચાર્જ એ. વી. ધધૂક દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, ગઈકાલે 26 મેને બુધવારના મળેલી બેઠકમાં યુનિવર્સિટીના સેનેટ સભ્યો દ્વારા આ આ મુદ્દે વિદ્યાર્થીઓના હિત માટે તારીખ લંબાવવાની માંગણી કરવામાં આવી હતી. તે જોઈને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને આપણી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં PHDનાં પ્રપોઝલ માટે જે વિદ્યાર્થીઓ હજી સુધી કોઈ કારણોસર PHDનાં તૈયાર કરેલા એસાઈમેન્ટ, વાઇવા વગેરે હાલની પસ્થિતિમાં જમા નથી કરાવી ચૂક્યા એ વિદ્યાર્થીઓને આવતાં 15 દિવસમાં એટલે કે10 જૂન સુધી જમા કરાવવી પડશે.