સુરતઃવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના 15 થી 20 વર્ષોથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ (Contract base employee at Veer Narmad University )કરી રહેલા કર્મચારીઓને યુનિવર્સિટી(VNSGU) માંથી છૂટા કરવાનો કરાર થઈ જતા આજરોજ 400થી વધુ કર્મચારીઓ યુનિવર્સિટીના મેન બિલ્ડીંગની બહાર સ્ટ્રાઈક ઉપર બેસી કુલપતિ દ્વારા કરવામાં આવેલા તાનાશાહી વિરોધ દર્શાવી રહ્યા છે. જેને લઈને અમારા તમામ કર્મચારીઓને આ બાબતની કોઈ પણ હજી સુધી નોટિસ (Veer Narmad University employees protest )પણ આપવામાં આવી નથી અને આગામી 16 તારીખે છૂટાકરી દેશે જેને લઈને આજે યુનિવર્સિટીના 400થી વધુ કર્મચારીઓ દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી રહ્યો છે.
40, 45,50 વર્ષના લોકોને બહાર કોણ નોકરી આપશે
હું છેલ્લા પાંચ વર્ષથી યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગમાં કાઉન્સિલર એન્ડ ક્લાર્ક તરીકે ફરજ નિભાવું છું. યુનિવર્સિટીના સિન્ડિકેટમાં એક ઠરાવ પસાર કર્યો છે. જેમાં આગામી 16 તારીખે તમામ કરાર આધારિત કર્મચારીઓને છુટા કરવામાં આવશે. આ બાબતે અમે સ્ટ્રાઈક અને આંદોલનની વાત કરી ત્યારે કુલપતિએ તાત્કાલીક મીટિંગ બોલાવી તેમણે અમને એમ જણાવ્યું કે અમે તમને 15 દિવસ માટે છુટા કરીશું અને ત્યાર પછી નવા ફોર્મ ભરી નવી ભરતી કરીશું. અને 15 દિવસ માટે છૂટા કરવામાં આવે અને અમારો પગાર માત્ર 15 હજાર જેટલો આવી રહ્યો છે. 15,000 સામે મોંઘવારી સામે કઈ રીતે લડી શકવાના. અમારું આવવા-જવાનો પેટ્રોલ 100 રૂપિયાનો થઇ ગયો છે. અન્ય ચીજવસ્તુઓ મોંઘી છે ઘર કેવી રીતે ચલાવવું. અમારુ પરિવાર આ નોકરી ઉપર નિર્ભર છે. અમને તાત્કાલિક છુટા કરવામાં આવશે તો અમને કોણ રાખશે. અમારી ઉંમર પણ જતી રહી છે. ગણપતિ યુનિવર્સિટીના ઘણા એવા કર્મચારીઓ છે જેઓ 15 થી 20 વર્ષ સુધી કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓને પણ છૂટા કરી દેવામાં આવશે. યુનિવર્સિટીમાં તેમણે પોતાની જિંદગી વિતાવી છે. બહાર એમને કોઈ નોકરી મળવાની નથી અને ફરીથી નવા ફોર્મ ભરશે તો એ લોકો નું શું થશે? એમને તો ઉંમરના કારણે બહાર કાઢી નાખશે. 40, 45, 50 વર્ષના લોકોને બહાર કોણ નોકરી આપશે. યુનિવર્સિટી અમારી સામે જે જે પણ કાર્યવાહી કરી રહી છે તે વસ્તુ ખોટી છે. જેને લઈને અમે લોકો આજે વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચઃજામનગરમાં ડોક્ટર્સની હડતાળનો ત્રીજો દિવસ, રામધૂન બોલાવી કર્યો વિરોધ