VNSGU કેમ્પસમાં વેસ્ટ પ્લાસ્ટિકની બોટલમાંથી બ્લોક તૈયાર કરાયો, આ બ્લોક ઈંટને પણ ટક્કર આપે સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિજ્ઞાનના પ્રોફેસર અને તેમના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં ફેંકવામાં આવેલા પાણીના પ્લાસ્ટિકના બોટલ એકત્ર કરી એક એવો બ્લોક તૈયાર કર્યો છે, જે બાંધકામના ક્ષેત્રમાં વાપરવામાં આવનાર ઈંટ ને પણ ટક્કર આપે છે. સૌથી અગત્યની વાત આ છે કે પ્લાસ્ટિકથી તૈયાર થયેલી આ ઈંટમાં એક ટીપું પાણી વાપરવામાં આવ્યું નથી.
VNSGU કેમ્પસમાં વેસ્ટ પ્લાસ્ટિકની બોટલમાંથી બ્લોક તૈયાર કરાયો, આ બ્લોક ઈંટને પણ ટક્કર આપે આ પણ વાંચો Halwa Ceremony: સુરત મનપાના બજેટ સેશનમાં પહેલી વખત હલવા સેરેમની, વિપક્ષની ગેરહાજરી
વિશ્વની સૌથી મોટી સમસ્યા:પ્લાસ્ટિક વેસ્ટ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. જેનો નિકાલ કઈ રીતે કરવો એ સૌથી મોટો પડકાર બની ગયો છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર વિભાગના પ્રોફેસર ઈશ્વર પટેલે તેમના વિદ્યાર્થીઓને આ જ પડકારને સામનો કરવા માટે ખાસ પ્રોજેક્ટ આપ્યો હતો. વિભાગના વિદ્યાર્થીઓ અને પોતે પ્રોફેસર ઈશ્વર પટેલ યુનિવર્સિટી કેમ્પસ અને કેન્ટીનની આસપાસ વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા ફેંકી દેવામાં આવેલા પ્લાસ્ટિકના ખાલી બોટલ એકત્ર કરવામાં આવ્યા. તેની પર સંશોધન કરી રેતી અને સિમેન્ટ વાપરી એક એવો બ્લોક તૈયાર કરવામાં આવ્યો છે. જે બાંધકામ ક્ષેત્રમાં મળનાર સિમેન્ટના બ્રિક્સ કરતાં ખૂબ જ મજબૂત છે. આ બ્રિક્સની ગુણવત્તા અને તેની ખાસિયતને લઈ સુરત ખાતે સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે.
VNSGU કેમ્પસમાં વેસ્ટ પ્લાસ્ટિકની બોટલમાંથી બ્લોક તૈયાર કરાયો, આ બ્લોક ઈંટને પણ ટક્કર આપે ખૂબ જ મોટી સમસ્યા: પ્રોફેસર ડૉ ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે આજે વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો પ્લાસ્ટિકનો ડીકમ્પોઝિશનનો ખૂબ જ મોટી સમસ્યા છે. જેમાં વર્ષો સુધીપ્રક્રિયા પણ ચાલે છે. દિવસે દિવસે પ્લાસ્ટિક વેસ્ટ વધતો જઈ રહ્યો છે અને બીજી બાજુ રિસાયકલ કરવું એ પણ ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે તેનાથી ટોક્સિક ગેસએ પણ પર્યાવરણને અસર કરે છે. જેથી અમે પ્લાસ્ટિકને મોલ્ડ કરીને એને સિમેન્ટ અને રેતી સાથે મિક્સ કરી જેમાં પાણીનું એક ટીપું પણ વપરાશ કરવામાં આવ્યો નથી. તેનાથી એક બ્લોક બનાવ્યો છે. બ્લોકમાં 50% થી પણ વધારે પ્લાસ્ટિકનો વપરાશ કરવામાં આવ્યો છે.
VNSGU કેમ્પસમાં વેસ્ટ પ્લાસ્ટિકની બોટલમાંથી બ્લોક તૈયાર કરાયો, આ બ્લોક ઈંટને પણ ટક્કર આપે આ પણ વાંચો Surat Crime: ઈઝરાયલથી ભાઈના લગ્નમાં આવેલી મહિલાની આત્મહત્યા, પરિવારે સાસરિયાં પર લગાવ્યો આરોપ
ખૂબ જ મજબૂત: આ સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ જે બ્લોક છે તે અન્ય બ્લોક કરતા ખૂબ જ મજબૂત અને સારા છે. જ્યારે અમે માત્ર સિમેન્ટના બ્લોક બનાવીએ તેમાં ઘણા સમયે બાદ ખાર પડી જવાથી તેમાં દરાર આવવાની સંભાવનાઓ થઈ જતી હોય છે. જ્યારે આ બ્લોક પર આવી કોઈ સંભાવનાઓ થતી નથી. કારણ કે આની અંદર માત્ર સિમેન્ટ પ્લાસ્ટિક અને રેતી છે. આ બ્લોકમાં 50% થી પણ વધારે પ્લાસ્ટિકનો વપરાશ કરવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે જે પ્લાસ્ટિકનો ડીકમ્પોઝિંગનો પ્રક્રિયા છે તે પણ હલ થઈ જાય છે. બીજી બાજુ કિંમત જોવા જઈએ તો આ સસ્તુ મળી શકે છે અને સાથે પર્યાવરણના લક્ષી રહેશે.