ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે છેલ્લા બે વર્ષથી GST વિભાગ અને નાણા મંત્રાલય સાથે લડત ચલાવતા વીવર્સ માટે હાઇકોર્ટે ખુશીના સમાચાર આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, ઇન્વર્ટર ડ્યુટી સ્ટ્રક્ચર હેઠળ આવનાર કોઇ પણ ઉદ્યોગકારની ક્રેડિટ GST વિભાગ અટકાવી કે લેપ્સ કરી શકશે નહીં. આજ કાયદાને કારણે વિર્વસના રૂપિયા 1400 કરોડની રિફંડ છૂટી થઈ જશે.
વિવર્સની હાઇકોર્ટમાં ઐતિહાસિક જીત, 1400 કરોડની GST ક્રેડીટ છુટશે
સુરત : દિવાળી પહેલા સુરતવાસીઓની દિવાળી આવી ગઈ છે કારણ કે, હાઇકોર્ટના આદેશ બાદ હવે વિવર્સના રૂપિયા 1400 કરોડની ક્રેડિટ છૂટી જશે. તારીખ 1 જુલાઈ 2017 થી 31 જુલાઈ 2018 સુધીની ક્રેડિટ સેટ ઓફ થશે. તારીખ 1 ઑગસ્ટથી 18 થી 31 જુલાઈ 2019 સુધીની ક્રેડિટ મળશે.
સાથે હાઈકોર્ટે ક્રેડિટ લેપ્સ શબ્દ સાથે કેન્દ્ર સરકારનું નોટિફિકેશન ગેરકાયદે ઠરાવી રદ્દ કર્યું છે. સુરતના સાડા છ લાખ ઉપરાંતની લુમ્સ ધરાવતા રિવર્સ અને આગેવાનોને છેડેલી કાનૂની લડતથી આખરે ન્યાય મળ્યો છે. GSTના અમલમાં આવ્યા બાદ 18 ટકા જ્યારે કાપડ પર 5 ટકાની GST નાખવામાં આવ્યો હતો. પાછળથી GST કાઉન્સિલે યાર્નના દરમાં સુધારો કરી તેના પર 12 ટકાની GST નાખ્યો હતો.જેના કારણે ગ્રે કાપડ તૈયાર કરતા વીવર્સ એ 7 ટકાનું રિફંડ GST વિભાગ પાસેથી મેળવવાનું હતું.
જોકે છેલ્લા બે વર્ષથી GST રિફંડ આપવા ટસથી મસ થતું નહોતું. ફેડરેશન ઓફ ગુજરાત એસોસિએશને ગુજરાત GST વિભાગ કેન્દ્રીય નાણામંત્રી GST કાઉન્સિલને કોર્ટમાં પડકાર આપ્યો હતો.આખરે કોર્ટમાં વીવર્સને ન્યાય મળ્યો છે. જેથી ભોગવવાના પ્રમુખ અશોક જીરાવાળાએ હાઇકોર્ટના ચુકાદાને વિવર્સની જીત બતાવી છે.